Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

બે વર્ષમાં ૩ર૧ર.૪૬ કરોડની ખનિજ ચોરી પકડાઇઃ પોલીસ કેસ માત્ર ૧૦

પોરબંદર જિલ્લામાં ર૦૧૯ ના વર્ષમાં એકેય દરોડો નહિ

ગાંધીનગર તા. ૮ :.. રાજયમાં ફલાઇંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા વર્ષ ર૦૧૯ માં ૧૭૧ અને વર્ષ ર૦ર૦ માં ૧ર૭ વખત દરોડા પાડી ખાણો લીઝોનું ચેકીંગ કરવામાં આવ્યુ તેમાં અનુક્રમે રૂ. ૧ર૦.૬૬ કરોડ અને રૂ. ૯૧.૮૦ કરોડની ખનીજ ચોરી પકડાઇ. બે વર્ષમાં રૂ. ર૧ર.૪૬ કરોડની  ખનીજ ચોરી પકડવામાં આવી પરંતુ તે પૈકી બે વર્ષમાં માત્ર ૧૦ કિસ્સામાં જ પોલીસ કેસ કરવામાં આવ્યા.

ફલાઇંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા જયારે પણ દરોડા પાડવામાં આવે ત્યારે ખનિજ ચોરી પકડાઇ જ છે તેમ છતાં વર્ષ ર૦૧૯ માં ૬ અને ર૦ર૦માં ૪ જીલ્લામાં એકપણ વખત દરોડા પાડવામાં ન આવ્યા એશીયાનો સૌથી મોટો લાઇમસ્ટોનનો જથ્થો છે તેવા પોરબંદર જીલ્લામાંથી વર્ષ ર૦૧૯ માં એક પણ દરોડો પાડવામાં ન આવ્યો અને સને ર૦ર૦ માં પણ માત્ર એક જ દરોડો પાડવામાં આવ્યો અને આ એક જ દરોડામાં ૬૮ લાખની ખનીજ ચોરી સામે આવેલ. આમ જયારે ફલાઇંગ સ્કવોડ ગાંધીનગર દરોડા પાડે ત્યારે ખનીજ ચોરી સામે આવે જ છે તેમ છતાં દરોડા પાડીને ખનીજ માફીયાઓ સામે નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમ કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો છે.

રાજયમાં ભુસ્તર શાસ્ત્રી વર્ગ-૧ની ર૮ જગ્યાઓ મંજૂર થયેલ છે તે પૈકી ૧૭ જગ્યાઓ ખાલી છે અને ભુસ્તર શાસ્ત્રી વર્ગ-ર ની પપ જગ્યાઓ મંજૂર થયેલ છે તે પૈકી ર૮ જગ્યાઓ ખાલી છે એટલે ભરત શાસ્ત્રી વર્ગ-૧ અને ર ની પ૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

(4:12 pm IST)