Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

MD એપેડમીક ઓફિસર જિલ્લા પંચાયત બનાસકાંઠાના

ડો. શાલુ સંઘવીનું મહિલા દિનની પૂર્વ સંધ્યાએ સન્માન

રાજકોટ તા. ૮ : સમગ્ર વિશ્વભરમાં કોવીડ-૧૯ની મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે અને ભારતમાં પણ છેલ્લા ૧૨ માસથી તેની વ્યાપક અસર છે ત્યારે ગુજરાત રાજયના સમગ્ર પ્રજાજનો સૌ કોવીડ -૧૯ની સામેની લડત લડી રહ્યા છે. રાજકોટમાં કોવીડ-૧૯ ના કારણે લોકડાઉન સમયે રોજના હજારો વ્યકિત ઓને રાજકોટના વહીવટી તંત્ર અને બોલબાલા ટ્રસ્ટ ના સહિયારા પ્રયાસોના કારણે બંને ટાઈમ ભોજનનો પ્રબંધ આશરે બે માસ સુધી કરવામાં મહત્વનું યોગદાન આપનાર રાજકોટના જાણીતા એડવોકેટ અતુલ સંઘવી અગ્રેસર રહ્યા હતા અને રાજકોટની પ્રથમ હરોળની સામાજીક સંસ્થા 'દિકરા ના ઘર' દ્વારા કરવામાં આવેલ સન્માનમાં અતુલ સંઘવીનો સમાવેશ હતો.આવા સેવાભાવી પરીવારની પુત્ર વધુ અને બનાસકાંઠા જિલ્લામાં કોવીડ-૧૯માં જિલ્લા આરોગ્ય તંત્ર વતી અગ્રેસર રહી કોરોના સામેની લડતમાં વહીવટી તંત્રની દ્રષ્ટિએ અને તબીબી દ્રષ્ટિએ સંયુકત રીતે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત ડો. શાલુ સંઘવી(MD એપેડમીક ઓફિસર જિલ્લા પંચાયત બનાસકાંઠા)નું જયારે પોતાના ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ સન્માન થવા જઈ રહ્યા છે ત્યારે વિશેષ આનંદની અને ગૌરવની લાગણી અનુભવે તે સ્વાભાવિક છે.નાની ઉંમરમાં સમગ્ર જિલ્લાની જવાબદારી વહન કરનાર ડો. શાલુ સંઘવી આ સન્માનથી ઉત્સાહીત છે અને પોતાના ઘર આંગણે સન્માનથી જ પ્રોત્સાહન અને વધુ પ્રેરણા પ્રાપ્ત થાય છે.(

(3:17 pm IST)