Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમદાવાદમાં ચિંતાજનક રીતે વધ્યા કોરોનાના કેસ: સિવીલ હોસ્પિટલમાં શરુ કરાયો નવો વોર્ડ

સિવીલ હોસ્પિટલમાં 04 વોર્ડ ખાસ કોરોના માટે તૈયાર કર્યો

અમદાવાદ:શહેરમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાનો નવો વોર્ડ શરૂ કરવાની ફરજ સરકારી તંત્રને પડી છે. સિવીલ હોસ્પિટલમાં 04 વોર્ડ ખાસ કોરોના માટે તૈયાર કર્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માત્ર અમદાવાદમાં એક સમયે ગણ્યા ગાઠ્યા જ કેસ આવી રહ્યાં હતા.

 
(1:17 pm IST)