Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગાના-કરમસદ રોડ પર કારની હડફેટે મોપેડને લઇ મહિલાને મોતનેઘાટ ઉતારનાર આરોપીને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

ગાના:ગાના-કરમસદ રોડ ઉપર મોપેડ લઈને જઈ રહેલી એક મહિલાને ટક્કર મારીને મોત નીપજાવનાર ફોર વ્હીલરના ચાલકને આણંદની કોર્ટે તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૪-૩-૨૦૧૪ના રોજ મોપેડ લઈને જઈ રહેલા મકસુદાબેન પઠાણને ગાના-કરમસદ રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલરે ટક્કર મારતાં મકસુદાબેનને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતુ. ઘટનાસ્થળે એકત્ર થઈ ગયેલા લોકોએ ફોર વ્હીલરનો પીછો પકડીને તેને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા તે દારૂ પીધેલી હાલતમાં હતો જેથી આણંદ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે ઘસી આવી હતી અને પકડાયેલા શખ્સનો કબજો લઈને નામઠામ પુછતાં તે બોરસદ તાલુકાના કાવિઠા ગામે રહેતો ઉમેષભાઈ મુકુંદભાઈ પરમાર હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે તેનો મેડીકલ ટેસ્ટ કરાવતા દારૂ પીધેલાનું હોવાનું સાબિત થયું હતુ. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ પૂર્ણ કર્યા બાદ આણંદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. 

(6:23 pm IST)