Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સુરત: ઇન્સટ્રાગ્રામ પર ફોલોવર્સ ધરાવતી યુવતીનું એકાઉન્ટ હેક કરી બીભત્સ ફોટા અપલોડ કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

સુરત:ઇન્સ્ટાગ્રામ ઉપર બે લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી સુરતની યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો મેળવી બાદમાં તે એકાઉન્ટમાં બિભત્સ ફોટા અપલોડ કરનાર રાજકોટના લબરમૂછિયાને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે.પોતાની ઓળખ એડ ડાયરેક્ટર અને સ્કેચ આટસ્ટ તરીકે આપતા લબરમૂછિયાએ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની ઓળખ આગળ વધે તે માટે શરૂઆતમાં પ્રયાસ કર્યા હતા અને બાદમાં બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા.

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી અને એડવર્ટાઇઝિંગ તેમજ માર્કેટીંગના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીના ઇન્સ્ટાગ્રામ ઉપર ૨.૧૪ લાખ જેટલા ફોલોઅર્સ છે. યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો યુઝરનેમ અને પાસવર્ડ કોઈકે થોડા સમય અગાઉ બદલી કાઢી તેમાં ી-પુરુષના બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા.આ અંગે યુવતીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સુરત સાયબર ક્રાઇમ પોલીસને તપાસ સોંપવામાં આવી હતી.

(6:20 pm IST)