Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગુજરાતની કોર્ટોમાં ૩૭૪ મદદનીશ સરકારી વકીલોની નિમણૂંક

રાજકોટમાં ૧૩ સરકારી વકીલો મુકાયાઃ રાજકોટના ૧ર વકીલોને પણ સરકારી વકીલોની નિમણુંક અપાઇઃ રાજકોટ જીલ્લામાં ર૯ એ.પી.પી. મુકાયાઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં સરકારી વકીલોની નિમણુંકો થતાં કોર્ટ કામગીરીમાં ગતી આવશે

રાજકોટ તા. ૮ :.. તાજેતરમાં પસંદગી પામેલા સરકારી વકીલોની આખરી યાદી જાહેર થયા બાદ ગુજરાત શહેરોમાં તાલુકા - જીલ્લા મથકોએ સરકારી વકીલોની ખાલી જગ્યાઓ ભરવા સરકારે કાર્યવાહી કરી છે.

આ યાદીમાં સમાવેશ એવા ૩૭૪ સરકારી વકીલોની ગુજરાતભરમાં કાયદા ખાતા દ્વારા નિમણુંકો કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-સુરત-વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, સહિતના વિસ્તારોમાં સરકારી વકીલોની નિમણુંકો કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ૧૩ નવા સરકારી વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં દર્શના વસવેલીયા, હર્ષદભાઇ રાંક, શીતલબેન જોષી, કેતુલ બારોટ, ગૌરાંગ ઠાકર, (પડધરી) મોહમદ સિરાજુદીન (જસદણ), કૌશલ પરમાર, સંતોષસિંહ રાઠોડ, જયોતિબેન વ્યાસ, હરેશભાઇ ચૌધરી, કિરણ ગોસ્વામી,  દિનેશ કનાડા, જગદીશ ટાંક (ઉપલેટા) રશ્મીગીરી ગોંસાઇનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જેતપુરમાં અનિતા વળવી, મધુ વસાવા, શર્મિલા પરાડી, રેણુંકા વસાવા, જસદણમાં કટીલા ચૌધરી, કેતના નાયક, ધોરાજીમાં તુમડા એલચંદ મહારીયા, ધરા કે. શ્રીમાળી, સુરેશ કોંંકણી, રાજકોટમાં શીલા પી. ખલીવાલા, જયેશ ગરાસીયા, અને નિલેષ બાથરીયા, (લોધીકા) કલ્પના આર. પટેલ (જામકંડોરણા) ડો. ગૌરાંગ એ. ઠાકર (પડધરી), વિકાસ પટેલ (કોટડા સાંગાણી) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જુનાગઢ, જામનગર, નવસારી, પાલનપુર સહિત ગુજરાતના તાલુકા અને જીલ્લા મથકો મળીને કુલ ૩૭૪ સરકારી વકીલોની નિમણુંકો કરવામાં આવી છે.

રાજકોટ બાર એસો.ના સભ્યો અને એડવોકેટ ધ્રુવ કારીયા, શૈલેષ વનાળીયા, દિપક મોરબીયા, ઇકબાલ શમા, કલાબેન જોષી, પુજાબેન, કુલદીપસિંહ જાડેજા, સી. પી. જોષી, ચેતન ચૌહાણ, રમીઝ સિંધી, દિવ્યેશ ગાંધી અને કાશ્મીરાબેન પટેલને પણ નિમણુંક આપવામાં આવેલ છે.

રાજયભરમાં ૩૭૪ વકીલોની નિમણુંકો થતાં હવે કોર્ટની કામગીરીમાં ગતી આવશે. અને કેસોનો ઝડપી નિકાલ થશે.

(4:13 pm IST)