Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મહિલા દિને અમદાવાદ મેટ્રો ટ્રેનના સંચાલનનું સુકાન મહિલાઓને સોંપાયુ :અનોખી ઉજવણી

મેટ્રો રૂટમાં ફક્ત મહિલાઓ અને બાળકો જ બેસશે:ત્રણ મહિલા ડ્રાઈવર અને કંટ્રોલ સિસ્ટમ પણ મહિલાઓ પાસે

  અમદાવાદ :આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અમદાવાદ મેટ્રો રેલ દ્વારા મેટ્રો ટ્રેનના સંચાલનની તમામ જવાબદારી આ દિવસ પુરતી મહિલાઓને સોંપી આ દિવસની અનોખી રીતે ઉજવણી થઇ રહી છે

   આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોની કમાન એક દિવસ પૂરતી મહિલાઓને સોંપાઈ છે. આજે એપરલ પાર્કથી વસ્ત્રાલ વચ્ચેના મેટ્રો રૂટમાં ફક્ત મહિલાઓ અને બાળકો જ બેસશે. આ રૂટની સફર 3 મહિલા ડ્રાઈવર કરાવશે. ટ્રેનની કંટ્રોલ સિસ્ટમ પણ મહિલાઓને સોંપવામાં આવી છે. આજના દિવસે મહિલાઓ સવારે 10થી 4 સુધી આ ફ્રી મેટ્રો રાઈડની મજા માણી શકશે.

   મેટ્રો ટ્રેનમાં 15 ડ્રાઈવર છે જેમાં ત્રણ મહિલા ડ્રાઈવર છે. તેમાંથી સુરભી પાટીદારે અમદાવાદની પહેલી મેટ્રો સફર જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આવ્યાં હતાં ત્યારે પણ તેમણે જ કરાવી હતી. તેઓ આ પહેલા બેંગ્લોર મેટ્રોમાં ટ્રેન ચલાવવાની ટ્રેનિંગ લઈ ચૂક્યાં છે.

(2:34 pm IST)