Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સુરતમાં ન્યૂ ઈન્ડિયાનું નવું રેલવે સ્ટેશન બનાવવા તૈયારી શરૂ :મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું પ્રોટોટાઇપ મોડલ પ્રદર્શિત કરાયું

નવા રેલવે સ્ટેશનમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેર્ટસ લગાવાશે: ઉધના સ્ટેશનને પણ વર્લ્ડ ક્લાસ બનાવવા 140 કરોડના ખર્ચે વિકસાવાશે

સુરત રેલવે સ્ટેશન ન્યૂ ઈન્ડિયાનું નવું રેલવે સ્ટેશન બનવા માટે તૈયાર છે. સુરત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું પ્રોટોટાઇપ મોડલ સોમવારે સુરત રેલવે સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જે રેલવે મુસાફરોને આકર્ષિત કરે છે. રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સુરત MMTHનું છ ફૂટ લાંબુ અને ચાર ફૂટ પહોળું મોડલ તૈયાર કર્યું છે .તે પ્લેટફોર્મ-1 પર પેસેન્જર સીટિંગ લોન્ચ એરિયામાં મૂકવામાં આવ્યું છે. ડીઆરએમએ રિબન કાપીને પેસેન્જરોને જોવા માટે મોડલ જાહેર કર્યું હતું

નવા રેલવે સ્ટેશનમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેર્ટસ લગાવાશે આ ઉપરાંત, આ સ્ટેશન વિવિધ સુવિધાઓ માટે પૂરતી જગ્યાથી પણ સુસજ્જત છે. આ યોજનામાં અલગ આગમન પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન સંકુલમાં ભીડ-ભાડ મુક્ત અને સુગમ પ્રવેશ નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે. બેસવા માટે પૂરતી જગ્યા, પ્રતિક્ષા ક્ષેત્ર અને વ્યાપક પરિભ્રમણ ક્ષેત્રની સાથે 10900 ચોરસ મીટર્સથી વધુનો કોનકોર્સ, લાઉન્જ અને રિટેલ સ્પેસથી યુક્ત હશે અને ઉપયોગકર્તાઓને બહેતર સુવિધા અને અનુભવ માટે MMTHમાં સ્કાયવોકથી જોડાયેલું હશે. પ્લેટફોર્મ ઉપર ભીડભાડથી બચવા માટે કોનકોર્સ વેઈટિંગ સ્પેસમાં પ્લેટફોર્મ ઉપર યાત્રી સુવિધાઓ પણ હશે.

 

રેલવે સ્ટેશન 100% દિવ્યાંગ અનુકૂળ હશે. સમગ્ર સ્ટેશન સંકુલમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. ઉર્જા, જળ અને અન્ય સંસાધનોના કુશળ ઉપયોગ, નવીનીકરણ ઉર્જાના ઉપયોગ વગેરે માટે સુવિધાઓની સાથે સ્ટેશન બિલ્ડિંગ પ્લેટિનમ રેટિંગ નું ગ્રીન બિલ્ડિંગ હશે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે. જેમાં SCADA અને BMS સહિત બહેતર સ્ટેશન વ્યવસ્થાપન માટે કુશળતાથી ડિઝાઈન કરવામાં આવેલી કેટલીયે વિશેષતાઓ સામેલ છે.

 

સુરત વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર છે અને આર્થિક પ્રવૃત્તિઓ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. પશ્ચિમ રેલવે અહીંથી દેશના વિવિધ ભાગોમાં ઘણી ટ્રેનો ચલાવે છે. AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 87 સ્ટેશન છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટનો પ્રથમ તબક્કો 980 કરોડના ખર્ચે તેને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઉધના સ્ટેશનને પણ વર્લ્ડ ક્લાસ બનાવવા 140 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.

(8:36 pm IST)