Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કપડવંજ તાલુકાના આંતરસુંબા નજીકથી પોલીસે 16.27લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા

કપડવંજ :તાલુકાના આતરસુંબા પોલીસ મથકની હદમાં આવેલ ધોળાકુવા કેનાલ પાસેથી આતરસુંબા પોલીસે વિદેશી દારૃની મોટા પ્રમાણમાં થતી હેરાફેરીને પકડી પાડી છે. પોલીસે રૃપિયા ૧૬.૨૪ લાખના વિદેશી દારૃ સાથે ૨૪. ૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ આતરસુંબા પોલીસને એવી માહિતી મળી હતી કે આતરસુંબા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા ધોળાકુવા કેનાલ પાસેથી મોટા જથ્થામાં વિદેશી દારૃની હેરાફેરી થનાર છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક વાહન નંબર ય્ત્ન -૨૭, ્ડ્ઢ-૨૯૦૯ આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની તલાસી લેતા અંદરથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો દારૃ બોટલ નંગ ૮૩૮૮ કિમત રૃા ૧૬,૨૭,૯૮૦નો દારૃ મળી આવ્યો હતો.

પોલીસે દારૃ સાથે અનિલભાઇ બચુભાઇ મલેક (રહે. સાસ્તાપુર ભાવસારવાડ, તા.મહુધા), તખતસિંહ અમરસિંહ ઝાલા (રહે.ધોળાકુવા તા. કપડવંજ) અને સિરાઝ અબ્દુલ મલેક (રહે. સાસ્તાપુર મલેકવાડો તા.મહુધા)ને પકડી પાડયા હતા. તેમની પાસેથી રોકડ રકમ રૃ ૪૯૯૦, મોબાઇલ ફોન તથા વાહન મળી કુલ રૃા. ૨૪,૩૩,૯૭૯નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય બુટલેગરોના નામ પણ બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

 

(7:08 pm IST)