Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વસોના પીજ રોડ પર સીમમાં બાઈકની હડફેટે વૃદ્ધાનું મૃત્યુ

નડિયાદ : ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર નાનપુરા સીમમાં કુદરતી હાજતે જવા નીકળેલ એક વૃદ્ધાને અજાણ્યા બાઈક ચાલકે પાછળથી ટક્કર મારી પાડી દેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વસો તાલુકાના નાનપુરા ખાતે રમણભાઈ ગાંડાભાઈ ચૌહાણ (..૫૦) પરિવાર સાથે રહે છે. તેઓની માતા મણીબેન કુદરતી હાજતે જવાનું જણાવી વસો પીજ રોડ બાજુ જવા નીકળ્યા હતા. સાંજના વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા બાઈક ચાલકે પોતાનું બાઈક પુરઝડપે હંકારી મણીબેનને પાછળથી ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા. તેઓને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મણીબેનને સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ સંદર્ભે રમણભાઈ ચૌહાણની ફરિયાદના આધારે વસો પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:03 pm IST)