Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ચિલોડા હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાં પ્લાયવુડની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાં ફોટો ફ્રેમના પ્લાયવુડ પાર્સલની  આડમાં લઈ જવાતા વિદેશી દારૃના મોટા જથ્થા  ઝડપી લીધો હતો અને એક લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરી પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો દાખલ કર્યો છે.

આમ તો રાજ્યમાં દારૃબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. સ્થિતિને કારણે રાજ્યના કોઈ પણ વિસ્તારમાં સરળતાથી વિદેશી દારૃનો જથ્થો મળી રહે છે. ખાસ કરીને ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરથી વિદેશી દારૃની હેરાફેરી વધુ જોવા મળી રહી છે ત્યારે આજે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગમાં હતી તે સમયે હિંમતનગર તરફથી આવતી એક લક્ઝરી બસને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા ફોટો ફ્રેમના પાર્સલ મળી આવ્યા હતા. પ્લાયવુડના પાર્સલની અંદર પોલીસને શંકા જતા તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી વિદેશી દારૃની નાની મોટી ૩૨૫ જેટલી બોટલ મળી આવી હતી. સંદર્ભે પોલીસે ડ્રાઇવર કંડક્ટરને પૂછતા પાર્સલ રાજસ્થાનના હાઇવે ઉપરથી લોકેશ બાબુલાલ કોઈવાલ રહેભીલવાડા રાજસ્થાનએ આપ્યા હોવાનું અને પાર્સલ અમદાવાદ ખાતે પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને વિદેશી દારૃની બોટલો પાર્સલની આડમાં મોકલનાર અને મંગાવનાર સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.

(6:59 pm IST)