Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

આંતર રાજય લૂંટારુઓ હથિયારોથી સજજ બની સોનાના શોરૂમ લૂટે તે પહેલા પોલીસની જાગૃતિથી લોકઅપ ભેગા થયા

સાઉથ ગુજરાતમાં હાહાકાર મચે તે પહેલા રેન્જ વડા પિયુષ પટેલ અને એસપી હિતેષ જોયસરના માર્ગદર્શનમાં સુરત એલસીબી પીઆઇ ટીમના એલ.જી.રાઠોડ ટીમ દ્વારા ઉતર પ્રદેશની ખૂંખાર ગેંગ ઝડપાઇ જતા સહુએ હાશકારો લીધો

રાજકોટ તા.: પોલીસ વેશ ધારણ કરી સોનાના શોરૂમો લૂંટવા સુરત શહેર, સુરત ગ્રામ્ય અને સમગ્ર સાઉથ ગુજરાતમાં હાહાકાર મચાવે તે પહેલા સુરત રેન્જવડા પિયુષ પટેલ અને સુરત જીલ્લા પોલીસ વડા હિતેષ જોયસરના માર્ગદર્શન હેઠળ જાગૃત એલસીબી પીઆઇ બી.ડી.શાહ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવતા સાઉથ ગુજરાત પરથી એક મોટી ઘાત ટળતા સહુએ હાશકારો લીધો છે. અને ઉપલા અધિકારીઓ દ્વારા આખી ટીમને અભિનંદન આપવામાં આવ્યા છે.

જેમાં તાજેતરમાં ચલથાણ સુગર ફેકટરીની બાજુમાં તુલસીપાર્ક સોસાયટીમાં આવેલ આદિનાથ જવેલર્સ શોરૂમની અંદર અજાણ્યા આરોપી ઇસમો વારાફરતી પ્રવેશી શોરૂમમાં શોકેસમાં મુકેલા દાગીના જોવા લાગેલ અચાનક તેમાથી બે ઇસમોએ બેગમાંથી પિસ્તોઇ કાઢી શોરૂમના માલીક તરફ તાકી સોનાના દાગીનાઓ લુટ કરવાની કોષીશ કરતા ફરિયાદીનાઓએ બુમો પાડતા આરોપીઓ નાશી ગયેલ જે બાબતે કડોદરા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન પાર્ટ૧૧૨૧૪૦૨૩૨૩૦૧૫૬/ ૨૦૨૩ આઇ.પી.સી કલમ ૩૯૮, તથા આર્મ્સ એકટ કલમ ૨૫(બી) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.

દરમ્યાન બી.ડી.શાહ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એલ.જી.રાઠોડ, પોલીસ સબ ઇન્સ, એલ.સી.બી સુરત ગ્રામ્યનાઓને સયુકત રીતે તેઓના અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા ચોકકસ હકીકત મળેલ કે તાજેતરમાં ચલથાણ ગામે તુલસીપાર્ક સોસાયટીમાં આવેલ આદિનાથ જવેલર્સ શોરૂમમાં અજાણ્યા ઇસમોએ લુંટ કરવાની કોશીશ કરેલ જે લુંટની કોશીશ બ્રીજેશકુમાર રામઆશરે સીંગ રહે.સોનાઇગામ, જી.જોનપુર(ઉતરપ્રદેશ)નાએ તેના સાગરીતો સાથે મળીને કરેલ છે

તેવી ચોકકસ હકિકત મળેલ હોય જેના આધારે એલ.જી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એલ.સી.બી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી હકીકતવાળા ઇસમની તેના વતનમાં તપાસ કરી. ઉતરપ્રદેશ રાજયમાંથી ઝડપી પાડી, વધુ તપાસના કામે એલ.સી.બી સુરત ગ્રામ્ય ખાતે તપાસના કામે લાવી યુકતપ્રયુકિતથી આગવી ઢબે કુનેહપૂર્વક પુછપરછ કરતા તેણે તાજેતરમાં પોતાના સાગરીતો સાથે ચલથાણ ગામે આદિનાથ  જવેલર્સ નામના શોરૂમમાં હથીયાર સાથે લુટ કરવા જતા માલીક દ્વારા બુમાબુમ કરતા નાશી ગયેલ હોવાનુ અને જે ધાડ કરવા માટે ઉપયોગ કરેલ પ્રાણઘાતક હથીયારો તથા ગુનામાં વપરાયેલ વાહનો તથા અન્ય ગુનાહીત સરસામન પોતાના મિત્ર બ્રમદેવસીંગ તીલકધારીસીંગ રાજપુત અને તેના પુત્ર હેમંત બ્રહ્મદેવસીંગ રાજપુત બન્ને રહે.૪૦૩, ટીબિલ્ડીંગ મંગલમપાર્ક એપાર્ટમેન્ટમાં દીપદર્શન સ્કુલની બાજુમાં, ડીંડોલી, સુરત શહેરના ઘરે છુપાવી રાખેલ હોય વિગેરે મુજબની ગુનાની કબુલાત કરતા સદર આરોપીને સાથે રાખી મંગલમપાર્ક સોસાયટી બિલ્ડીંગ નં.ટી, ફલેટ નં૪૦૩, ડીંડોલી સુરત શહેર ખાતે છાપો મારી ઝડતી તપાસ કરતા આરોપીઓના ઘરમાં છુપાવેલ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો, તથા લુટ કરવા ઉપયોગ કરેલ વાહનો સહીતના માતબર મુદામાલ કબ્જે કરી, પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી સઘન પુછપરછ હાથ ધરેલ છે.

મુખ્યસુત્રધાર બ્રીજેશકુમાર રામઆશ્રેસીંગ રહે.સોનાઇગામ, પો.સ્ટભન્નોર, થાનાબરસઠી, તા.મડીયાઉ જી.જોનપુર(ઉતરપ્રદેશ), હેમંત બ્રહ્મદેવસીંગ રાજપુત રહે.૪૦૩, ટીબિલ્ડીંગ મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં ભાડેથી દીપદર્શન સ્કુલને એબાજુમાં, ડીડોલી, સુરત શહેર મુળ રહે.જરામપુર ગાવ, પોસ્ટમંગરા, થાનાબરસઠી, તા.મડીયાહુ, જી.જોનપુર(યુ.પી), બ્રહ્મદેવસીંગ રાજપુત રહે.૪૦૩, ટીબિલ્ડીંગ મંગલમપાર્ક એપાર્ટમેન્ટમાં ભાડેથી દીપદર્શન સ્કુલની બાજુમાં, ડીડોલી, સુરત શહેર મુળ રહે.જરામપુર ગાવ, પોસ્ટમંગરા, થાનાબરસઠી, તા.મહીયાહુ, જી.જોનપુર(યુ.પી)

વોન્ટેડ આરોપીઓઃ વિશાલ ઉર્ફ કિશન રામચંન્દ્ર રાવત રહે.ભન્નોરગામ, પો.સ્ટભન્નોર, થાનાબરસઠી, તા.મડીયાઉ જી.જોનપુર(ઉતરપ્રદેશ), બિનય શિવરામ યાદવ રહે.મછલીશહેર જી.જોનપુર(ઉતરપ્રદેશ), વિશાલસીંગ ઠાકુર રહે.આલમગંજ, તા.મડીયાઉ જી.જોનપુર(ઉતરપ્રદેશ), સાગર ગૌતમ રહે.ચેવાર્ગામ, તા.લાલગંજ, જી.આઝમગઢ(ઉતરપ્રદેશ), મુકેશ રહે.મુંબઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી, રાજેશ રહે.મુંબઇ જેના પુરા નામ સરનામાથી ખબર નથી, આલોક રહે.મુંબઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી

 

(11:41 am IST)