Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગુજરાતમાં ૫ વર્ષમાં સરકારી વીજ ગ્રાહકોને માથે ૨૨%નો જંગી ભાવવધારો ઝીંકાયો

ફયુઅલ સરચાર્જને નામે સરકારી વીજ કંપનીઓના ગ્રાહકો લુંટાયા : સરકારે એસ્સાર પાવર કંપનીને તાજેતરમાં રૂા. ૧૦૦ કરોડની લોન આપી : વીજળીના ભાવમાં પાછલા બારણે દર વર્ષે વધારો

નવી દિલ્હી,તા.: ગુજરાત સરકાર અને તેની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ રાજયમાં વર્ષોથી વીજળીના દર વધ્યાં ના હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં પડદા પાછળથી બળતણ ખર્ચ અને વીજળી ખરીદ ખર્ચમાં વધારાને નામે ફયૂઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડ્જસ્ટમેન્ટ-એફપીપીપીએમાં દર વર્ષે ભાવવધારો ગ્રાહકોના માથે મારવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં એફપીપીપીએમાં ૨૨ ટકાનો જંગી ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. એક ગણતરી પ્રમાણે રાજયમાં મહિને ૨૦૦ યુનિટ વીજળી વાપરતાં ગ્રાહકો ઉપર ઇલેકિટ્રસિટી ડયૂટી સાથે ગણતાં ડિસેમ્બર-૨૦૧૭માં જે યુનિટદીઠ રૂ. .૫૫ વસૂલાતાં હતા, તે ડિસેમ્બર-૨૦૨૨ની સ્થિતિએ વધીને યુનિટદીઠ રૂ. .૯૪ લેખે વસૂલાય છે, પરિણામે યુનિટદીઠ રૂ. .૩૯ના ખર્ચનો વધારો ટકાવારીની દૃષ્ટિએ ૨૨ ટકા જેટલો જંગી છે.

સરકારે એસ્સાર પાવર કંપનીને તાજેતરમાં રૂ. ૧૦૦ કરોડની લોન આપી છે. સોફટ લોન કંપનીએ વ્યાજ સહિત ૧૦ હપતામાં જીયુવીએનએલને પરત કરવાની છે. ૨૦૨૨ના બીજા કવાર્ટરમાં એસ્સારે યુનિટદીઠ .૬૧ના ભાવે ૧૦૭૦ લાખ યુનિટ વીજળી અને ત્રીજા કવાર્ટરમાં .૩૯ના ભાવે ૧૦૬૧૦ લાખ યુનિટ વીજળી GUVNLને વેચી છે.

(11:28 am IST)