Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ન્યાયાધીશોની બદલીના ઓર્ડરો : રાજ્‍યના ૨૮થી વધુ ન્‍યાયાધીશની બદલી : રાજકોટના ન્‍યાયાધીશ વિપુલભાઇ રાવલને પ્રિન્‍સીપાલ જજ ફેમીલી કોર્ટ, ન્‍યાયાધીશ ભરતભાઇ જાદવ, વિરલભાઇ પટેલ સહિતની બદલી

રાજકોટ તા. ૮ : ગુજરાત રાજ્‍યની વિવિધ અદાલતોમાં ફરજ બજાવતા ૨૭થી વધુ ન્‍યાયાધીશની બદલીના હુકમો થયા છે. 

રાજકોટની ફેમીલી કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા શ્રી વિપુલભાઇ રાવલને પ્રિન્‍સીપાલ જજ ફેમેલી કોર્ટ રાજકોટ ખાતે નિમણુંક આપવામાં આવી છે. જ્‍યારે ભૂજના ત્રીજા એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી ચિરાગકુમાર શાહની જજશ્રી સીટી સીવીલ કોર્ટ અમદાવાદ તરીકે બદલી થઇ છે. જ્‍યારે ભૂજના પાંચમાં એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી ડી.જી.રાણાની એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ બોટાદ તરીકે બદલી થઇ છે.

જ્‍યારે પોરબંદરના એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ એન્‍ડ એડીશનલ સેશન્‍સ જજ પોરબંદર શ્રી માધવીબેન ભટ્ટને પોરબંદરના સેકન્‍ડ એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ એન્‍ડ એડીશનલ સેશન્‍સ પોરબંદર તરીકે બદલી થઇ છે.

જ્‍યારે રાજકોટના ૧૧માં એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ એન્‍ડ એડીશનલ સેશન્‍સ જજ રાજકોટના શ્રી ભરતભાઇ જાદવની ૧૦માં એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ એન્‍ડ એડીશનલ સેશન્‍સ જજ રાજકોટ તરીકે બદલી ઉપરાંત ૧૨માં એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ એન્‍ડ એડીશનલ સેશન્‍સ જજ ગોંડલની પોલીંગ ૧૧માં એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ એડીશનલ સેશન્‍સ જજ ગોંડલ ખાતે બદલી થઇ છે.

(3:49 pm IST)