Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સુરતમાં રાંદેર ગોરાટ વિસ્તારમાં ઉમર જનરલને ત્યાં ફરી એક વખત ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન

જનરલ ગ્રૂપના ઉમર જનરલ અને તેમની સાથે સંકળાયેલા કુલ ૧૪ ઠેકાણે સર્ચની કાર્યવાહી: હીરા ઉદ્યોગ બાદ કાપડ ઉદ્યોગ ઝપટે : ઉદ્યોગકારોમાં ફફડાટ

આવકવેરાવિભાગને હીરા ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ કાપડ ઉદ્યોગનો વારો આવ્યો છે. ડીઆઈ વિંગ દ્વારા બે મહિના પહેલાં હીરા ઉદ્યોગકારો અને ફાઇનાન્સરને ત્યાં સર્ચની કાર્યવાહી કરાઈ હતી. ત્યાર બાદ હવે કાપડ ઉદ્યોગમાં જાણીતા નામ ઉપર સર્ચ શરૂ કરાયું છે.

   સુરત  ખાતે સોમવારની સવારે કાપડ એક્સ્પોર્ટ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જનરલ ગ્રૂપના ઉમર જનરલ અને તેમની સાથે સંકળાયેલા કુલ ૧૪ ઠેકાણે સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ સ્થળો પર મોડી રાત સુધી જારી રહેલી કાર્યવાહીમાં મોટા પાયે દસ્તાવેજો મળી આવ્યા હતા.તપાસ પછી મોટી રકમની ટેક્સચોરી બહાર આવે તેવી શક્યતા એ અન્ય માં ફફડાટ ફેલાયો છે.

   સુરત અને રાજસ્થાનમાં મોટું એક્સપોઝર ધરાવનાર બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપનાં 15 ઠેકાણા પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડી બાંધકામ અને ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલા લોકો ના પ્રોજેકટને વણીમાં લીધા છે.

  ઇન્કમટેક્સ વિભાગના ડિઆઇ વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપના ઉંમર જનરલની રીંગરોડ આઇસીસી બિલ્ડીંગ ખાતે આવેલ ઓફિસ તેમજ તેમના રાંદેર વિસ્તારમાં આવેલ ઘર અને સાથે જ તેમની સાથે સંકળાયેલ અન્ય લોકોના ઘર અને ઓફિસ મળી 14 ઠેકાણે દરોડા પાડી સર્ચ ની કામગીરી આઇકર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન સફળ થાય તે માટે ગતરાત્રે અધિકારી ઓને શહેરની બહાર મોકલવામાં આવ્યા હતા ત્યાર બાદ વહેલી સવારે તેમને લોકેશન આપી ઓપરેશન શરૂ કરાયું હતું

(12:05 am IST)