Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તારાપુરના પીઆઇ વિજયદાન ચારણને રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યા: પોલીસબેડામાં ખળભળાટ

નિષ્કાળજીનું કારણ બતાવી PI ને સસ્પેન્ડ કરાયા :થોડા સમય પહેલા જ વિજય ચારણે તારાપુર પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો.

તારાપુરના PI વિજય ચારણને રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યા છે. નિષ્કાળજીનું કારણ બતાવી PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ વિજય ચારણે તારાપુર પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ મથકના હદ વિસ્તારમાંથી લોખંડા સળિયા પકડાતા સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છ. 54 લાખથી વધુના લોખંડના સળિયાનું ગેરકાયદે વેચાણ થયુ હતુ. જેમા 6 ટ્રક સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આણંદ SOG પોલીસે સમગ્ર મામલે કામગીરી કરી હતી.

 

આણંદ એસઓજીએ તારાપુરના વટામણ તરફ જવાના રોડ પર મહિયારી ગામની સીમમાં આવેલા પડતર ખેતરમાં ટ્રકમાંથી સળીયા કાઢી લેવાનું મસમોટું નેટવર્ક પકડ્યુ હતું.જેમાં છ શખ્સની ધરપકડ કરી, છ ટ્રક, સળીયા સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ગુનો શોધવામાં સ્થાનિક પોલીસની નિષ્ફળતાએ તારાપુર પીઆઈનો ભોગ લઈ લીધો છે. ઉચ્ચઅધિકારીના આ અણધાર્યા નિર્ણયે પોલીસ બેડામાં ફરજ પર બેદરકારી અને નિષ્કાળજી દાખવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ધાક જમાવી છે

તારાપુર પી.આઈ. વિજયદાન ચારણને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે. આ અંગે ખંભાત ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આણંદ એસઓજી પોલીસે મહિયારી સીમમાં ગામમાં દરોડો પાડી લોખંડનાં સળિયા સાથે છ ટ્રકો ઝડપી પાડી લોખંડના સળિયા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જે ગુનો શોધવાની નિષ્ફળતાને લઈ તારાપુર પી.આઈ.વિજયદાન ચારણને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ReplyReply to allForward

(11:40 pm IST)