Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજપીપલામાં જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવવા 'હાઈટ હન્ટ' કાર્યક્રમ યોજાશે

રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ ખાતે ૦૯ ફેબ્રુઆરીએ ખેલાડીઓને હાજર રહેવા કહેવાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ અંગે 'હાઈટ હન્ટ'નું આયોજન કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લાની શ્રી છોટુભાઈ પુરાણી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપલા ખાતે હાઈટના આધારે અંડર-૧૪ વયજૂથના ખેલાડીઓ કે જે તા. ૦૧/૦૧/ ૨૦૧૦ પછી જન્મેલા છે, તેવા ભાઈ-બહેનો માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવવા 'હાઈટ હન્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

  જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટેના માપદંડો મુજબ ઉંમર ૧૧ વર્ષના ભાઈઓ માટે ઉંચાઈ ૧૬૦ થી વધુ અને બહેનો માટે ૧૫૫ થી વધુ, ૧૨ વર્ષના ભાઈઓ માટે ઉંચાઈ ૧૬૮ થી વધુ અને બહેનો માટે ૧૬૩ થી વધુ, ૧૩ વર્ષના ભાઈઓ માટે ઉંચાઈ ૧૭૩ થી વધુ અને બહેનો માટે ૧૬૬ થી વધુ, ૧૪ વર્ષના ભાઈઓ માટે ઉંચાઈ ૧૭૯ થી વધુ અને બહેનો માટે ૧૭૧ થી વધુની ઉંચાઈ માન્ય રહેશે.
 હાઇટ હંટ પ્રક્રિયા માટે શ્રી છોટુભાઈ પુરાણી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપલા ખાતે તા. ૦૯/૦૨/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નવા પ્રવેશ લેનાર ખેલાડીઓએ જન્મ તારીખ અને રહેઠાણ પુરાવા સાથે ઉપસ્થિત રહેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની એક અખબારીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે કન્વીનર કિશનભાઈ ત્રિવેદી મો. નં:- ૯૭૧૨૦૦૬૩૧૮, અને આશિષભાઈ  ડોડીયા મો. નં:-૮૪૬૯૧ ૬૧૬૮૬ પર સંપર્ક કરવાનો રહેશે

(10:32 pm IST)