Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગાડીતના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરમારનું મોરારીબાપુ ના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માન

શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરસોત્તમભાઈ પરમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થઈ, રાજ્યના તમામ જિલ્લામાંથી એક જ શિક્ષક આમ ગુજરાતના 33 શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે.જેમાં નર્મદા જિલ્લામાંથી માત્ર એક શિક્ષક ભરતકુમાર પરમારની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી જેમાં ગત 18 જાન્યુઆરીના રોજ ચિત્રકૂટ ધામ , તલગાજરડા કેન્દ્રવર્તીત  મેંહવા, જિ. ભાવનગર. ખાતે એવોર્ડ સમારંભ જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમા યોજાયો હતો.ગાડીત ગામના મુખ્ય શિક્ષક એવા ભરતકુમાર પરમારને ચિત્રકૂટ પારિતોષિક, શાલ તેમજ ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ,તલગાજરડા દેરા  25,000નો ચેક અર્પણ કરીને પૂજ્ય મોરારીબાપુના વરદ્દહસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.તેમની સાથે તેમના પત્ની અંજનાબેન અને પુત્ર પણ હતા,સૌ એ જિલ્લામાં સુંદર સમાજસેવા અને શૈક્ષણિક કાર્ય કરે એવી શુભેચ્છાઓ આપી હતી.નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે તમામ શિક્ષક મિત્રોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

(10:30 pm IST)