Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

“સલામત ઇન્ટરનેટ દિવસ” : ઇન્ટરનેટના સકારાત્મક પાસાનું ઉત્તમ ઉદાહરણ એટલે ૨૧ મી સદીનું “ડિજિટલ ભારત”

વપરાશકર્તાઓને ઇન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે “સલામત ઇન્ટરનેટ દિવસ”ની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ છેવાડાના માનવી સુધી પહોંચી ઈન્ટરનેટની સુવિધા

રાજપીપળા : ૨૧ મી સદીમાં ઇન્ટરનેટ લોકોની જીવનશૈલીનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. દરવર્ષે ફેબ્રુઆરીના પ્રથમ મંગળવાર એટલે કે ૭ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં સલામત ઇન્ટરનેટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોને ઇન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃત કરવાનો છે. જેમ દરેક સિક્કાના બે પાસા હોય છે, તેમ ઇન્ટરનેટના પણ સકારાત્મક અને નકારાત્મક એમ બે પાસાઓ છે. એક તરફ લોકો માટે ઓનલાઇન પ્રાઈવસી (Privacy) અને સિક્યોરીટી (Security) ચિંતાનો વિષય બન્યું છે. ઇન્ટરનેટનું વિસ્તરણ જેટલુ ઝડપી બન્યુ, તેટલું જ છેતરપિંડીનું પ્રમાણ પણ વધ્યું છે. પરંતુ મોટા ભાગે લોકો હવે જાગૃત થયા છે અને ઇન્ટરનેટ દ્વારા ભોગ બનતા અટક્યા છે.

જો આપણે આપણાં દેશની વાતની કરીએ તો, ઇન્ટરનેટના સકારાત્મક પાસાનું ઉત્તમ ઉદાહરણ એટલે ૨૧ મી સદીનું “ડિજિટલ ભારત”. આજે ભારત દેશ વિશ્વપટલ પર શક્તિશાળી દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને “ડિજિટલ ભારત” ના પ્રણેતા કહી શકાય કારણ કે, જેવી રીતે છેલ્લા વર્ષોમાં જનહિતના કાર્યોની ફાસ્ટટ્રેક ઝાંખીને વડાપ્રધાનએ ઇન્ટરનેટ સાથે જોડીને નાગરિકોની સુવિધાને સરળ બનાવી છે, તેના થકી ગુજરાતના વેગવંતા વિકાસ સહિત ભારત દેશના શાનદાર અને અપ્રતિમ સફળતાની નોંધ વિશ્વપટલ પર લેવાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ શહેર-ગામો સહિત અંતરિયાળ વિસ્તારોને ઇન્ટરનેટ સાથે જોડીને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના શહેરી-ગ્રામ્ય સહિત અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિધાઓ પુરી પાડીને લોકોને સમાજના મુખ્યધારામાં લાવીને અર્થતંત્રને વેગવાન બનાવવા સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા સહિત સરકારના તમામ લોકકલ્યાણકારી યોજનાઓ, કામોની ઝાંખી સહિત સરકારની કામ કરવાની પદ્ધતિ અંગે નાગરિકો વાકેફ થઈ શકે તે માટે ઇન્ટરનેટના માધ્યમથી પારદર્શક વ્યવસ્થા ગોઠવીને જનજનને સરકારની કાર્યનિષ્ઠાની અનુભૂતિ કરાવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  “ડિજિટલ ઇન્ડિયા” મિશન થકી નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રના તમામ નાગરિકોને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવા માટે દરેક ગામ અને શહેરને ઇન્ટરનેટ સાથે જોડાવામાં આવી રહ્યું છે, જેથી દેશવાસીઓની ભાગીદારી સાથે વિકાસયાત્રાની આ અવિરત આગળ ધમધમતી રહે. સાથોસાથ દેશની ભાવિ પેઢીના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ, કામ કરવાની પ્રણાલીમાં સકારાત્મક બદલાવ તેમજ ટેક્નોલોજી સાથે જોડવાની નોંધપાત્ર કામગીરી થઈ રહી છે

આલેખન : રોશન જી. સાવંત

(10:24 pm IST)