Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સુરતના લીંબાયતમાં ફરી લુખ્ખા તત્વોએ મચાવ્યો :ચા અને સિગારેટ ન મળતા હોટલમાં કરી તોડફોડ

હોટલ બંધ થયાનું કહેતા લુખ્ખાતત્વો ઉશ્કેરાયા : લાકડાના કટકા વડે હોટલમાં તોડફોડ: જાનથી મારી નાખવા ધમકી

સુરતના  લિંબાયત વિસ્તારમાં ફરીવાર લુખ્ખાતત્વોએ આતંક મચાવ્યો છે  નીલગીરી પાસે આવેલી હોટલમાં જઈને સિગરેટ અને ચાની માંગણી કરી હતી. જોકે હોટલ બંધથી થઈ ગયાનું કહેતા આ લુખ્ખાતત્વો ઉશ્કેરાયા હતા. અને લાકડાના ફાટક વડે હોટલમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ મોડી રાત્રે હોટલ માલિકના ઘરે જઈને તેને હાથ તેના ભાઈને મારી નાખવી ધમકીપણ આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થી ગઈ હતી જેને લઇને હોટલ મલિક દ્વારા આ લુખ્ખા તત્વો વિરુદ્ધ લીબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે

. લિંબાયત વિસ્તારમાં જલારામ નાગર ખાતે રહેતા સૈયદ રઝાકે થોડા દિવસ પહેલા નીલગીરી સર્કલ પાસે ટીપોઇન્ટ નામની ચા અને નાસ્તાની હોટલ શરુ કરી હતી.

ગતરોજ 11 વાગે પોતાનાઈ હોટલ બંધ કરી ઘરે ગયા હતા. જોકે રાત્રે લિંબાયત વિસ્તરમાં રહેતા અઝહર સાબિર અને અલફરાજ નામના ઈસમો આવ્યા હતા. હોટલ બંધ થઈ ગઈ હોવા છતાં ચા અને સિગારેટની માંગણી કરી હતી. જોકે કારીગરે ના આપતા તે ત્યાં ઝગડો કરી ચાલી ગયા હતા.

(11:29 pm IST)