Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સાળંગપુરમાં નિર્માણાધીન 54 ફૂટ ઊંચી મૂર્તિ માટે રાજસ્થાનથી 210 ટનનો બ્લેક ગ્રેનાઇટ રવાના

ગુજરાતમાં પ્રથમવાર બ્લેક ગ્રેનાઈટની હનુમાનજીની પ્રતિમા બનશે: કાલે વૈષ્ણોદેવી સર્કલ પાસે કરાશે પથ્થરનું સ્વાગત: રાજસ્થાનથી 110 ટાયરવાળા વોલ્વો ટ્રકમાં રવાના

બોટાદના સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન દાદાની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિનું અનાવરણ 5 એપ્રિલ 2020ના રોજ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. ત્યારે આ મૂર્તિ માટે વપરાતો બ્લેક ગ્રેનાઈટનો 210 ટનનો પથ્થર રાજસ્થાનથી રવાના થઇ ચૂક્યો છે. જેનું વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્વાગત્ કરવામાં આવશે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. 210 ટનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવશે. આ પથ્થરને રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો છે. હાલ આ પથ્થર રાજસ્થાનથી 110 ટાયરવાળા વોલ્વો ટ્રકમાં રવાના થયો છે. ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે સંતો દ્વારા આવતીકાલે આ પથ્થરનું સ્વાગત કરાશે. ત્યાર બાદ બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરીને આ પથ્થરને સાળંગપુર લાવવામાં આવશે.

(8:58 pm IST)