Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા નર્મદાના આંબલી ગામના યુવાનના મૃતદેહને શહિદ ગીતો અને સલામી સાથે વિદાઈ અપાઈ

વતનમાં મૃતદેહ આવ્યા બાદ રાજપીપળામાં અંતિમયાત્રા ફેરવી સૈનિકોએ યુવાનને સલામી આપીને વિદાઈ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો થૉડા સમય પહેલા તે પોતાના ગામ આંબલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આવ્યો હતો રજા પુરી કરીને પોતે ફરજ પર હાજર થવા માટે જતો હતો જેમાં કારમાં રાજસ્થાન બોર્ડર પાસે કાર આકસ્માતમાં મોતને ભેટ્યો જેથી આર્મી કેમ્પ દ્વારા આ સૈનિકના મૃતદેહ રાષ્ટ્રીય તિરંગામાં લપેટી રાજસ્થાનથી રાજપીપળા લાવવામાં આવ્યો હતો

 જેમાં આંબલી ગામ અને રાજપીપળા સહીત અન્ય ગામોના આદિવસી આગેવાનો મોટી સંખ્યામાં વિજય ચોક કાળા ઘોડા પાસે ભેગા થઇ શાહિદ યોગેશ વસાવાનું સ્વાગત કરી તેની અંતિમ ગૌરવ યાત્રા આખા શહેરમાં ફેરવામાં આવી અને યાત્રા સ્વરૂપે તેના ગામ આંબલી લઇ જવામાં આવી .સવારે આ શહિદ આર્મી જવાનને ગાર્ડઓફ ઓનર આપી સલામી આપી વિધિવત અંતિમ વિધિ કરી હતી. તેની માતા પિતા યુવા પત્ની સહીત પરિવાર ભારે કલ્પાંત કરતા હતા અને ગામના યુવાનની ચીર વિદાય થી આખું આંબલી ગામ હીબકે ચઢ્યું હતું.

 આ બાબતે ગામના અંબાલાલ વસાવા એ જણાવ્યું હતું કે ભાઈ યોગેશ અમાંરા ગામનું ગૌરવ હતો જે ગામના તમામ યુવાનોને પ્રેરણા આપી કામ ધંધો કરવા સૂચન કરી કેટલાય યુવાનો આજે તેની પ્રેરણા થકી કામ કરવા લાગ્યા છે અને એ જયારે પણ રજામાં ગામમાં આવતો વડીલોને મળતો હતો.ખુબ પ્રેમાળ અને મિલનસાર સ્વાભાવનો હતો.જેની આમ અચાનક ચીર વિદાય થી આખું ગામ અને સ્નેહીજનો શોકાતુર બન્યા છે

(7:08 pm IST)