Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ગોવામાં ભુજ મર્કેન્ટાઈલ બેંકને ભારતની નંબર- ૧ સહકારી બેન્કનો 'બેંકો પુરસ્કાર' એનાયત કરાયો

પણજી :ભારતભરની સહકારી બેન્કો સારા બેન્કિંગ માપદંડો સાથે પ્રગતિ કરી આગળ આવે અને પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે 'બેન્કો પુરસ્કાર' નું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારતભરની સહકારી બેંકોમાં "ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્ક"ને નાની સાઈઝની સહકારી બેંકોના વર્ગમાં વર્ષ 2019 માટેનો નંબર ૧ 'બેંકો પુરસ્કાર' તાજેતરમાં ગોવા ખાતે બેંકના ઇન્ચાર્જ ચેરમેન રશ્મી પંડ્યા, પાસ્ટ ચેરપર્સન નિલા ચોક્સી, ડાયરેક્ટર ચેતન મેહતા, અને જનરલ મેનેજર CA સ્મીત મોરબીઆને ૫૦૦થી વધુ સહકારી બેન્કોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો, સાથે સાથે હાઈટેક ટેક્નોલોજી અપગ્રેડેશન એવોર્ડમાં ગુજરાતમાં નંબર ૧ અને ભારતમાં બીજા નંબરનો એવૉર્ડ પણ ભુજ મર્કેન્ટાઈલ બેન્કને એનાયત કરવામાં આવ્યો હતો. બેન્કિંગ સેક્ટરમાં રેકોર્ડ વાર્ષિક બિઝનેસ ગ્રોથ 36% "ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્કે" (BMCB) ગત વર્ષે હાંસલ કરેલ છે.

 

(6:31 pm IST)