Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

મેઘરજ તાલુકાના મોટી મોરી ગોધાવાડામા 35 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરેલ લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

મેઘરજ:તાલુકાના મોટી મોરી ગોધાવાડા જવાના માર્ગ ઉપર એક 35 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરી ચાદરડામાં દોરીથી બાંધેલી હાલતમાં ખેતરના શેઢા ઉપરથી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

મેઘરજ તાલુકાના મોટી મોરી રાજસ્થાનની સરહદે અડીને આવેલું ગામ છે. આ ગામની સીમના કેટલાક ગોવાળીયાઓ પોતાનું પશુધન ચરાવી રહ્યા હતા. ખેતરના પાળા ઉપરથી આ ગોવાળિયાઓ પસાર થતા ભયંકર દુર્ગંધથી આજુબાજુના વિસ્તારમાં પ્રસરી રહી હતી જેથી આ ગોવાળિયાઓએ આજુબાજુના ખેતરમાં તપાસ કરતા મોટી મોરી ગોધાવાડા જવાના માર્ગ ઉપર ચાદરડા ઉપર દોરીથી બાંધેલું પોટલું દેખા દીધું હતું. તુરંત જ ગોવાળિયાઓએ કાનજીભાઈ મગનભાઈ અસારીને જાણ કરી હતી અને તરત જ ઇસરી પોલીસ સ્ટેશને જાણ કરતા તબિયાડ તથા પોલીસ કુમાક ઘટના સ્થળે પહોંચીતપાસ કરતા આ પોટલામાં કરપીણ હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પર સંખ્યાબંધ તિક્ષ્ણ હથિયારો વડે ઘા મારી આ યુવાનની હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણોમાં અનુમાન હતું અને દોરીથી હાથપગ બાંધી મૃતદેહને ગોધાવાડા જવાના માર્ગ પર ફેંકી દીધાનું બહાર આવ્યું છે. આ યુવાનના જમણા હાથ ઉપર ઇસા નામનું ટેટુ પણ ચિતરાવેલ હતું.

(5:30 pm IST)