Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

નડિયાદ એસ.ઓ.જી.ની ટીમે 500ની નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી બે શખ્સોની ધરપકડ કરી

નડિયાદ: શહેરમાંથી બનાવટી ચલણી નોટો છાપવાનુ રેકેટ નડિયાદ એલ.સી.બી અને નડિયાદ એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયુ છે.નડિયાદ શહેરમાં યોજાનાર મેળામાં નોટો ફેરવી પૈસા બનાવી લેવા ની હિલચાલ  પહેલા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ પવન ચક્કી રોડ ઉપર ૮ આશીર્વાદ રો હાઉસ પંજાબી સોસાયટીની બાજુમાં નકલી નોટો છાપવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.

જેથી પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડી હતી.બાતમી આધારિત સ્થળે રેડ પાડતા  રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસ ટીમે બંને વ્યક્તિઓને સાથે રાખી ઘરની તલાસી લીધી હતી.ઘરની તલાસી લેતા એક મીણીયાની કોથળીમાં રૂા.૫૦૦ ના દરની નોટોના બંડલો ભરેલ મળી આવ્યા હતા.જે કુલ નોટો-૧૯૪૦ કિ.રૂા.૯,૭૦,૦૦૦ મળી આવ્યા હતા.જે તપાસ કરતા બનાવટી હોવાનુ બહાર આવ્યુ હતુ.

(5:24 pm IST)
  • 'આપ'એ ૧ લાખ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યાઃ ઉભા કર્યા ૭૦ જેટલા 'વોર રૂમ' :દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે 'આપ'એ ૭૦ જેટલા વોર રૂમ ઉભા કર્યા છેઃ ૧ લાખ જેટલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છેઃ એક કેન્દ્રીય વોર રૂમ પણ ઉભો કરાયો છેઃ ૬૭૮૧૫ બુથ સ્તરના મોબોલિઝર પણ તૈયાર કર્યા છે કે જેથી લોકોને ઘરોની બહાર લાવી શકે access_time 11:32 am IST

  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST