Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વડોદરાના વિવિધ વિસ્તારોમાં બેન્ક સહીત હોસ્પિટલમાંથી મહિલાઓના પર્સ-મોબાઈલની ઉઠાંતરી કરનાર ચોર ક્રાઇમ બ્રાંન્ચના સકંજામાં

વડોદરા:શહેરના વિવિધ વિસ્તારોમાં બેન્કો અને હોસ્પિટલોમાં ફરીને મોબાઇલ ફોન તેમજ લેડિઝ પર્સની ઉઠાંતરી કરતા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

ફતેગંજ સદર બજાર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસએમ ભરવાડ અને સ્ટાફે સંદિપ હરિદાસ બલવાની (રહે.સુખાશ્રય એપાર્ટમેન્ટ, સદરબજાર, ફતેગંજ મૂળ રહે.ભોપાલ, એમ.પી.)ને ઝડપી પાડી તપાસ કરતાં તેની પાસેથી ત્રણ ફોન મળી આવ્યા હતા.

પોલીસે બાઇક વિશે પૂછતાં કાગળો મળ્યા નહતા અને તપાસ કરતાં સંદિપે આ બાઇક હિંમત નગર બસ ડેપો પાસેથી ચોરી હોવાની અને બાઇક લઇ વડોદરા આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.આ ઉપરાંત મોબાઇલ ફોન પણ અલકાપુરીની આઇડીબીઆઇ બેન્કમાંથી ઉઠાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

(5:10 pm IST)