Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ગુજકેટના વિધાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણંય : ફોર્મ ભરવાની મુદત 10મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

બેચલર ઓફ આર્કિટેક્ટમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ :રજિસ્ટ્રેશન ૧૬ માર્ચ સુધી થશે

અમદાવાદ : ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણંય લેવાયો છે ગુજકેટમાં ફોર્મ ભરવા માટેની અંતિમ મુદત ૫ ફેબ્રુઆરી હતી. જે હવે ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ગુજકેટ પરીક્ષા ૩૧મી માર્ચે લેવાશે. ગુજકેટ-૨૦૨૦ માટેની માહિતી પુસ્તિકા, ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી  છે

 એન્જીનીયરીંગ , ફાર્મસી સહિતના કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી અને એ બી ગ્રૂપનાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માર્ચ મહિનામાં લેવાનારી ગુજકેટ પરીક્ષા માટે ફોર્મ ભરવા માટેની અંતિમ મુદત ૧૦મી ફેબ્રુઆરી સુધી લંબાવવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો છે.

ગુજકેટમાં ફોર્મ ભરવા માટેની અંતિમ મુદત ૫ ફેબ્રુઆરી હતી. જે હવે ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગુજકેટ પરીક્ષા ૩૧મી માર્ચે લેવાશે. ગુજકેટ-૨૦૨૦ માટેની માહિતી પુસ્તિકા, ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે. બેચલર ઓફ આર્કિટેક્ટમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેનું રજિસ્ટ્રેશન ૧૬ માર્ચ સુધી થશે.

૧૯ એપ્રિલના રોજ પ્રથમ પરીક્ષા અને ૩૧મેના રોજ બીજી પરીક્ષા યોજાશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એક લાખ જેટલા છે. નાટા- નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઈન આર્કિટેકે્ચર દ્વારા પરીક્ષા સંચાલિત થાય છે. પરીક્ષાનો સમય સવારે ૧૦થી બપોરે ૧.૧૫નો રહેશે. એપ્રિલમાં લેવાનારી પ્રવેશ પરીક્ષાનું પરિણામ ૮મેના રોજ જાહેર થશે અને મેમાં લેવાનારી પરીક્ષાનું પરિણામ ૧૪ જૂને જાહેર થશે

(10:27 pm IST)