Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ફ્રુડ સ્ટ્રીટનું આખરે ઉદઘાટન કરાયું : અનેક સ્ટોલ મુકાયા

દરેક સ્ટોલ માટે મહિને ૯૦ હજાર ભાડુ રહેશે :મુખ્યમંત્રી વિજય રૂપાણીદ્વારા ઉદઘાટન : સ્વાદની માણેલ મજા

અમદાવાદ, તા. ૭ : અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં ખાસ સ્વાદ અને હાજેનિક ભોજનના ઉદેશ્ય સાથે હેરિટેજ આધારે હેપ્પી સ્ટ્રીટ ફ્રુડ પ્લાઝાનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આનુ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ અહીં સ્વાદની મજા પણ માંણી હતી. હવે જે વેપારી હવે સ્ટોલ લગાવવા માટે ઈચ્છુક છે તેને મ્યુનિસિપલ કોર્પોરેશનને મહિને ૯૦ હજાર રૂપાણીનું ભાડુ ચુકવવાનું રહેશે. ઉદઘાટનના એક દિવસ પહેલા ગુરુવારના દિવસે અમદાવાદના મેયર બિઝન પટેલ અને મનપા કમિશ્નર વિજય નહેરા આને જોવા માટે પહોંચ્યા હતા અને નિરિક્ષણ કર્યું હતું. એ વખતે શાસક પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે સાડા આઠ કરોડના ખર્ચ સાથે હેરિટેજ અંદાજમાં તૈયારી કરવામાં આવેલી આ સ્ટ્રીટમાં અનેક વિશેષતા રહેલી છે. અહીં રાત્રે ભોજનની મજા માણી શકાશે. દિવસમાં લોકો પાર્કિંગ કરી શકશે.

           પ્રાપ્ત માહિત મુજબ હવે દરરોજ સાંજે છ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી ફ્રુડ વેન રૂપમાં સ્ટોલ રહેશે અને દિવસમાં સ્ટોલ ખાલી કરી દેવા પડશે. આ સ્ટ્રીટને વિતેલા વર્ષોમાં લોકો ખાઉ બજાર તરીકે ઓળખતા હતા પરંતુ આને હવે નવા રંગરૂપ સાથે રજુ કરવામાં આવ્યા બાદ તે લોકોમાં જોરદાર આકર્ષણ જમાવશે. મોડી રાત સુધી આ હેપ્પી સ્ટ્રીટ ખુલ્લી રહેશે. જેથી રાત્રે એક વાગ્યા સુધી શહેરમાં વ્યસ્ત રહેતા લો ગાર્ડન વિસ્તારમાં જુદા જુદા ભોજનની મજા માંણી શકશે સાથે સાથે અન્ય ચીજવસ્તુઓ અહીં મળી શકશે. હેપ્પી સ્ટ્રીટની અનેક વિશેષતાઓ રહેલી છે. જનરલ પાર્કિંગની વાત કરવામાં આવે તો એનસીસી સર્કલથી ચકલી સર્કલ, ચકલી સર્કલથી લો ગાર્ડન સર્કલ, ઠાકોરભાઈ દેસાઈ હોલથી જજીસ બંગલા સુધી વ્યવસ્થા રહેશે. ખાણી પીણીની ચીજવસ્તુઓ ધરાવતી આધુનિક ફુડ વાન અહીં રહેશે. મોર્ડન હાઈજેનિક ફુડ સ્ટ્રીટનું  લોકાર્પણ આજે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. લો ગાર્ડનની કમ્પાઉન્ડ વોલની ડિઝાઈન હેરિટેજ થીમ પર આધાર રાખવામાં આવી છે.

આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યા છે. વરસાદના સમયના દરમિયાન રોડના બંને એન્ડ પર નવી સેપરેટ ડક્ટ લાઈન નાખવામાં આવી છે. હયાત વૃક્ષ ઉપરાંત નવા વૃક્ષો રોપવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે નવી આધુનિક બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. જુદી જુદી કંપનીઓના ભવિષ્યમાં ખોદાણ ન થાય તે હેતુથી નાની ડક્ટ લાઈન નાખવામાં આવી છે.

(9:59 pm IST)
  • જામનગરમાં પ્લાસ્ટિક બેંગલ બનાવતા યુનિટમાં ભીષણ આગ ભભૂકી : લીંડીબજારમાં મણિયાર શેરીમાં રહેણાંકમાં કાર્યરત પ્લાસ્ટિક બેંગલના નાના યુનિટમાં આગ ફાટી નીકળી : આગની જવાળા સાથે ધુમાડાના ગોટેગોટા access_time 9:10 pm IST

  • ન્યુઝીડેન્ડ સામેની 3 મેચની વન ડે સિરીઝમાં કીવીઝ ની 2-0 થી લીડ : બીજી વન ડે માં ન્યૂઝીલેન્ડનો 22 રને વિજય : ત્રીજો અને આખરી વન ડે 11 ફેબ્રુઆરીના રોજ access_time 7:34 pm IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST