Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વૃદ્ધ દંપતિ સાથે પુત્ર-પુત્રવધુએ મારઝૂડ કરતા આખરે ફરિયાદ

ઘરમાંથી કાઢી મૂકવા ત્રાસ બાદ રજુઆત : વૃદ્ધ લોકોની મદદ કરવામાં પોલીસ ટુકડી ઉદાસીન રહી

અમદાવાદ, તા. ૭  :   અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા સિનિયર સીટીઝનને લઈ પોલીસ ઘણી ગંભીર છે અને તેમને જોઈએ તે મદદ શી ટીમ દ્વારા પુરી પાડવામાં આવશે તેવી મોટાઉપાડે જાહેરાત કરાઇ હતી પરંતુ પોલીસ દ્વારા આવી કોઈ જ મદદ નથી કરવામાં આવતી અને સિનિયર સીટીઝનને ફરિયાદ માટે છેક પોલીસ કમિશનર ઓફિસ સુધી ધક્કો ખાવો પડ્યો હોવાનો કિસ્સો શહેરના સાબરમતી વિસ્તારમાં સામે આવતાં પોલીસ કમિશનરની આ જાહેરાત પોકળ અને કાગળ પરની સાબિત થઇ હતી. સાબરમતીમાં ડીકેબીન વિસ્તારમાં વૃધ્ધ દંપત્તિને પુત્ર અને પુત્રવધુ દ્વારા મારઝુડ કરી તેમના ખુદના મકાનમાંથી કાઢી મૂકવાની હદે ત્રાસ વધતાં આ વૃધ્ધ દંપતિ ન્યાય અને સહારા માટે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યું હતું અને બાદમાં આખરે વૃધ્ધ દંપતિની ફરિયાદ સાબરમતી પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી. સમગ્ર મામલામાં સાબરમતી પોલીસ દ્વારા પણ વૃધ્ધ દંપતિને સંતોષજનક સહાય કરવામાં નહી આવી હોવાની વાત સામે આવતાં પોલીસ પર સિનિયર સીટીઝનોમાં આક્રોશની લાગણી ફેલાઇ છે.

           આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સાબરમતી વિસ્તારમાં ડીકેબીન ખાતે હરીઓમનગર સોસાયટી વિભાગ-૪ માં રહેતા અને ૨૦૦૪માં રેલવેમાંથી નિવૃત થયેલા ૭૬ વર્ષીય અયોધ્યા મિશ્રા અને તેમની પત્નીને ૪૦ વર્ષીય પુત્ર પ્રેમપ્રસાદ અને તેની પત્ની સુનિતા જેમફાવે તેમ ગાળો બોલી મારઝૂડ કરી રહ્યા હતા અને છેલ્લા દસ વર્ષથી આ રીતે પુત્ર અને પુત્રવધુ હેરાન કરી રહ્યા હોવાની ફરિયાદ વૃધ્ધ દંપતિએ કરી છે. અયોધ્યા મિશ્રાએ પોતે મહેનત કરી ખરીદેલા મકાનમાંથી તેમને જ જતા રહેવા પુત્ર અને પુત્રવધુ કહેતા અને મારઝૂડ કરતા તેઓએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસ મદદ માટે આવી હતી પરંતુ તેઓએ પુત્રને મકાન ખાલી કરી દેવાનું કહી અને જતી રહી હતી.

           પરંતુ બાદમાં પાછળથી આ વૃધ્ધ દંપતીને તેના પુત્ર કે પુત્રવધુ હેરાન નથી કરતાને કે ઘર ખાલી કર્યું કે નહીં તે જોવા પણ ગઈ ન હતી. બીજીબાજુ પુત્ર અને પુત્રવધુનો ત્રાસ અને રંજાડગતિ ચાલુ રહેતાં વૃધ્ધ દંપતિ છેવટે કંટાળી ફરિયાદ માટે શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ ગયા હતા. પોલીસ કમિશનર ઓફિસથી તેઓને સાબરમતી પોલીસ સ્ટેશનમાં મોકલાયા હતા અને ત્યાં તેઓની છેવટે પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શી ટીમ દ્વારા સિનિયર સિટીઝનની મદદ કરવામાં આવે છે તેઓની સંભાળ લેવામાં આવે છે તેવા બે-ચાર ફોટો પડાવી અને સોશિયલ મીડિયા પર પોલીસ મૂકી દે છે પરંતુ ખરેખરમાં તેઓ આવી મદદ કરતા હોય અને ફોટો પડાવવાની જગ્યાએ તેઓની સંભાળ લે તો ૭૬ વર્ષના વૃધધોને ફરિયાદ માટે પોલીસ કમિશનર ઓફિસ સુધી ધક્કા ખાવા ન પડ્યા હોય. આ બનાવને પગલે શહેરના સિનિયર સીટીઝનોમાં પોલીસની ભૂમિકાને લઇ એક આંતરિક નારાજગી અને રોષ પણ ફેલાયા હતા.

(9:54 pm IST)
  • મોટું પરિવર્તન આવી રહયું છે !! ; જીએસટી સ્લેબની સમીક્ષા માટે નવેસરથી ચર્ચા શરુ થઇ છે : નાણાં મંત્રાલય 3 સ્લેબનાં જીએસટી સ્ટ્રકચરની દરખાસ્ત કરે તેવી સંભાવના : એપ્રિલ અથવા જુલાઈ પછી જીએસટીનો નવો સ્લેબ અમલમાં આવે તેવી શક્યતા access_time 8:24 pm IST

  • ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા જિલ્લાઓના નામ બદલવાનો સિલસિલો ચાલુ : મુગલસરાઇ જિલ્લાનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું અયોધ્યા કર્યું : હવે બસ્તી જિલ્લાને વશિષ્ઠ નગર નામ આપવાની તૈયારી access_time 7:53 pm IST

  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST