Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાજપીપળા નજીકના મોવી ગામમાં લગ્નમાં નાચતા યુવાનો વચ્ચેના મામુલી ઝગડામાં ૧૭ વર્ષીય જયેશ વસાવાની હત્યા

મરનાર જયેશ વસાવાને નાચવા બાબતે કોઈક સાથે ઝગડો થતા છાતીમાં ચપ્પુ મારી ઇજા બાદ રાજપીપળા સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના મોવી ગામમાં નજીવી બાબતે અજાણ્યા વ્યક્તિએ એક કિશોર વયના બાળકને ચપ્પુ મારી ઇજા કર્યા બાદ તેને સિવિલમાં લાવવામાં આવ્યો પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા લગ્ન નો પ્રસંગ માતમ માં ફેરવાઈ ગયો હતો.

   પ્રાપ્ત માહિતી અનુસાર મોવી ગામના રહેતા રમેશભાઈ ગુરુજીભાઈ વસાવાનો પુત્ર જયેશ વસાવા (૧૭) ગામમાં રહેતા ખાલપા જીણાભાઈ વસાવાના દિકરા કનૈયાના લગ્નમાં ગયો હતો ત્યાં લગ્નમાં બેન્ડવાજા વાગતા હોય જેમાં ગામના તેમજ અન્ય લોકો નાચતા હતા જેમાં મરનાર જયેશ પણ નાચતો હોય ત્યાં નાચતા નાચતા જયેશ સાથે કોઈક અજાણ્યા વ્યક્તિનો ઝગડો થતા મામુલી ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં અજાણ્યા વ્યક્તિ એ જયેશની છાતીની જમણી બાજુમાં ઉશ્કેરાઈ જઈ જીવલેણ હુમલો કરી ચપ્પુ મારી ઇજા કરતા જયેશ ત્યાં જ પડી ગયા બાદ બેભાન થઈ જતા લગ્નમાં અચાનક બબાલ થતા લોકોમાં નાસભાગ શરૂ થઈ ત્યારબાદ ઇજા ગ્રસ્ત જયેશને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા લગ્નનો પ્રસંગ માતમ માં ફેરવાઈ ગયો હતો.

 આ બાબતે જયેશના પિતા રમેશભાઈની ફરિયાદ બાદ હુમલો કરી મોત નિપજાવનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રાજપીપળા પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ રાજપીપળા ટાઉન પીઆઇ આર.એન. રાઠવા કરી રહ્યા છે.

(9:27 pm IST)