Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

હિંમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇની ચેમ્બરમાં મહિલાકર્મીનો આત્મહત્યાનો પ્રયાસ :ચકચાર

મહિલા કર્મચારીની બદલી હિંમતનગરથી અંબાજી પાસે પોશીના પોલીસ સ્ટેશનમાં થઇ હતી.

 

હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીની બદલી લઇને ગળે ફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. જોકે અન્ય મહિલા કર્મચારીઓએ તેને બચાવી લેતા આખો મામલો શાંત થયો હતો.

 આ અંગે જાણવા મળ્યા મુજબ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલા કર્મચારીની બદલી હિંમતનગરથી અંબાજી પાસે આવેલા પોશિના પોલીસ સ્ટેશન ખાતે થઇ હતી. જેના કારણે મહિલાએ  હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ચેમ્બરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
   આ મહિલા કર્મચારી પોતાના દુપટ્ટાથી પીએસઆઈની ચેમ્બરનાં પંખા પર લટકીને અંતિમ પગલું લેવા જઇ રહી હતી. ત્યારેજ તેની સાથી કર્મચારીઓએ મહિલાને રોકીને આખો મામલો શાંત પાડ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા આખા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી

(10:47 pm IST)