Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અંબાજીમાં લગ્ન પ્રસંગમાં છ લાખની ચોરી::સીસીટીવીમાં ટાબરીયો પર્સ લઇ જતો જોવાયો

સીસીટીવીના આધારે ચોરી કેસના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન

અંબાજીમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં લાખની ચોરી થયાની ઘટના બહાર આવી છે સીસીટીવીના ફુટેજમાં એક ટાબરીયો પર્સ તફડાવી જતો જોવાયો છે જેના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે

 

અંગેની વિગત મુજબ અંબાજીમાં લગ્ન સમારંભ દરમિયાન રૂપિયા લાખની ચોરી થઈ હતી જેમાં સીસીટીવી ફુટેજ  તપાસાતાં એક ટાબરીયો છોકરો પૈસા ભરેલુ પર્સ ખેંચીને જતો જોવા મળ્યો છે. લગ્ન સમારંભમાં ચોરીને લઈને પોલીસ ફરિયાદ થઈ હતી. અને તપાસનો દોર શરૂ થયો હતો. હવે સીસીટીવીના આધારે પોલીસે ચોરી કેસના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(11:02 pm IST)