Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સ્કૂલોની બેફામ ફી મુદ્દે વાલી ડાકોરના ઠાકોરજીના શરણે :પત્ર મૂકીને ''હવે તમે જ મદદ કરો ''ની અરજ

ડાકોરના ઠાકોરના ચરણોમાં ભાવિક દવે નામના વાલીએ પૂજા કરીને પત્ર મુક્યો :બેફામ ઉઘરાવતી ફી અને સ્કૂલનો ઉલ્લેખ

અમદાવાદ :રાજ્યમાં બેફામ ફી ઉઘરાવતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન કર્યું હતું રાજ્ય સરકારે પણ ફી નિર્ધારણ કરી હતી પરંતુ હજુ છુટકારો મળ્યાનું જણાતું નથી ત્યારે ડાકોરના ઠાકોરના ચરણમાં એક વાલીએ પત્ર મૂક્યો હતો જે પત્રમાં કરેલી અરજને સાંભળીને ઠાકોરજીને મદદ કરવા આહ્વાન કરાયુ છે.

  જણાવા મળતી વિગત મજબ જગ વિખ્યાત ડાકોરના ઠાકોરના ચરણોમાં ભાવિક દવે નામના આ વાલીએ પૂજા કર્યા બાદ આ પત્ર મૂક્યો હતો આ પત્રમાં સ્કૂલો દ્વારા બેફામ રીતે ઉઘરાવાતી ફીનો ઉલ્લેખ કરીને ઠાકોરજી હવે તમે જ મદદ કરો તેવી અરજ કરાઇ છે. ગુજરાત સરકાર ફીના મુદ્દે કોઇ નક્કર કામગીરી કરી ન શકતા હવે વાલીઓ આ રીતે હવે ભગવાન પર ભરોસો રાખી રહ્યા છે ત્યારે ભાવિક દવે નામના આ વાલીએ આ પત્રમાં શૈશવ સ્કુલનો ઉલ્લેખ કર્યો છે.

(8:24 pm IST)