Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વડોદરાના નિવૃત આર્મી ઓફિસર સાથે દિલ્હીની ઠગ ટોળકીએ 29.62 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:નિવૃત આર્મી ઓફિસર સાથે દિલ્હીની ઠગ ટોળકીએ આર્મી ગુ્રપઓફ ઇન્સ્યોરન્સના નામે રૃા.૨૯.૬૨ લાખની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

અનિલ પ્રથમે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે કે,ફેબુ્રઆરી-૨૦૧૬માં મારા પર નંદલાલ બક્ષીના નામે દિલ્હીથી ફોન આવ્યો હતો અને આર્મી ગુ્રપ ઓફ ઇન્સ્યોરન્સમાથી પ્રોફિટ થયો છે એ તેમાં તમારા નામની પસંદગી થઇ છે તેમ કહી જેટલી રકમ ભરશો તેટલી રકમ સાથે પ્રોફિટ ઉમેરીને નાણાં પરત કરાશે તેવી ખાતરી આપી હતી.

ત્યારબાદ શુકલાજીએ વાત કરી હતી અને તે પછી અમર માથુર, અમીત મહેતા અને દિનકર પાન્ડેએ ફોન કરી વાતચીત કરી હતી.તેમણે,તબક્કાવાર જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૃા.૨૯.૬૨લાખ ભરાવ્યા હતા.પરંતુ આજ સુધી રકમ પરત કરી નથી.

સાયબર ક્રાઇમના પીઆઇ આર એ ગોહિલે બનાવ અંગે બેન્ક એકાઉન્ટોની ડિટેઇલ મેળવવા એક ટીમ તૈયાર કરી છે.જે ટીમ કોલ્સ ડિટેઇલ અને દિલ્હી જઇ બેન્કની ડિટેઇલ ચેક કરશે.

(4:27 pm IST)