Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમદાવાદમાં ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ :ગેરકાયદેસર ગેસ વેંચવા સાથે સિલીન્ડર રીફીલનું મસમોટું કૌભાંડ ઝડપાયું

ઈસનપુર પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ: પાંચ લાખથી વધુ કીમતનાં સીલીન્ડર જપ્ત

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું.

  અંગે ઇસનપુર પોલીસ ને ચોક્કસ હકીકત મળતા રેડ કરી 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. અને શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા ત્રણે આરોપીઓ છેલ્લા એકાદ વર્ષ થી ગેસ સિલિન્ડર ચંડોળા તળાવ પાસે રાખતા હતા અને ત્યાંથી અલગ અલગ જગ્યાએ વહેંચણી કરતા.

મુખ્ય આરોપી રાજુ શ્રીવાસ મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સી ના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડર માંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા કમાતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રી વાસ અને અજય યાદવ તેના પરિચિત મિત્રો હતા. જેઓ ગેસ સિલિન્ડરો ને ખાલી કરી વેચવામાં મદદગારી કરતા હતા .હાલ તો પોલીસે 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જે કબ્જે કરાયેલ સિલિન્ડરની અંદાજિત કિંમત 5 લાખથી વધુની માનવામાં આવી રહી છે.

હાલ તો ગેસ સિલિન્ડરના કૌભાંડનો પર્દાફાશ કરવામાં ઈસનપુર પોલીસની સફળતા મળી છે. ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1500 થી 2000 રૂપિયામાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે સવાલ થાય છે કે ચંડોળા તળાવ પાસે આટલી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ મોટી હોનારત કે બનાવ બન્યો હોત તો તેના માટે જવાબદાર કોણ ? બીજી તરફ ત્રણ આરોપીઓ સિવાય અન્ય લોકો પણ અમદાવાદના કયા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતા હતા અને બીજા કયા આરોપીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:51 pm IST)