Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજપીપળા ટાઉનહોલમાં 7મી જાન્યુઆરી એ યોજાયેલા નગરપાલિકા સેવાસેતુ કાર્યક્રમમાં લાભર્થીઓની પાંખી હાજરી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળાાના સરદાર ટાઉનહોલ ખાતે તારીખ 7મી જાન્યુઆરી ના દિવસે સાતમા તબક્કાનો  નગરપાલિકા હસ્તક નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં લાભર્થીઓ ની પાંખી હાજરી જોવા મળી હતી,વર્ષોથી ચાલતા સરકારના સેવાસેતુ કાર્યક્રમ ને શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારબાદ હવે સમય જતાં સેવાસેતુ ના કાર્યક્રમ જાણે નિષ્ફળ જતા હોય તેમ જોવા મળે છે જેમાં લાભર્થીઓ ને સ્થળ ઉપર અમુક અરજીનો નિકાલ નહિ થતા હવે આવા કાર્યક્રમો માં આવવાનું લાભર્થીઓ  ટાળતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગઈકાલે રાજપીપળા ટાઉનહોલ માં યોજાયેલા નગરપાલિકા હસ્તકના સેવાસેતુ માં લાભર્થીઓ ની નહિવત હાજરી જોવા મળી હતી.

(10:41 pm IST)