Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વાવડી પાસે અકસ્માતમાં બેભાન થયેલા વ્યક્તિની રોકડ રકમ, મોબાઈલ પરત કરી પ્રામાણિકતા બતાવતા રાજપીપળા 108ના કર્મચારી

(ભરત શાહ દ્વારા) તારીખ:08 જાન્યુઆરીના રાતના 01:12 વાગે વાવડી રામપુરા રોડ ઉપર બુલેટ બાઈક સ્લીપ ખાઈ જતા નજીકમા જે સી બી થી કામ કરતા એક ભાઈએ 108ને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી,રાજપીપલાથી એમ્બ્યુલન્સના પાયલોટ ગૌરવ માછી અને ઈ એમ ટી અમ્રત ઠાકોર થોડી જ વારમાં ઘટના સ્થળે પોહચી ગયા હતા.

દર્દી પુસ્પેન્દ્રસિંહ ધર્મેન્દ્રંસિંહ ગોહિલ ઉંમર 45 વર્ષને માથાના ભાગમાં ઈજા થતા અર્ધબેભાન્ હોવાથી તેમની 108 એમ્બ્યુલન્સના ઈ એમ ટી અમ્રત ભાઈ એમ્બ્યુલન્સમા જરૂરી સારવાર આપી ત્યાર બાદ દર્દી પાસે રોકડ રકમ્ 36,050રુપિયા અને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવતા અને દર્દી અર્ધ બેભાન હોવાથી ઈ એમ ટી અમ્રત ભાઈ એ દર્દીના ભાઈને કોલ કરી એક્સીડેન્ટની માહિતી આપી તેમજ ફોન કરીને એમના ભાઈ જયેન્દ્રસિંહને સિવિલ હોસ્પિટ્સલ રાજપીપલા બોલાવીને રોકડ રકમ્ અને મોબાઈલ ફોન આપ્યો હતો.
રાજપીપલા 108 એમ્બ્યુલન્સના ઈ એમ ટી અમ્રત ભાઈ ઠાકોર અને પાયલોટ ગૌરવ માછી એ દર્દીની રોકડ રકમ અને એન્ડ્રોઇડ મોબાઈલ દર્દીના સગાંને પરત કરી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

(10:37 pm IST)