Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમદાવાદમાં વધુ 36 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનના ઉમેરાયા : હવે 171 વિસ્તાર માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં

શહેરમાં 6 વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન માંથી દૂર કરવામાં આવ્યા:ગઇકાલ સુધી 141 વિસ્તાર હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કોવિડ -19 ચેપને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસરૂપે શહેરમાં વધુ 36 માઇક્રો કન્ટેન્ટ ઝોનની જાહેરાત કરી છે. શહેરમાં પહેલેથી જ 141 કોવિડ લિંક્ડ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. વધુ 36  માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનના ઉમેરા સાથે શહેરમાં હવે 171 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન થયા છે.

AMC એ એક દિવસ પહેલા પણ 141 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી. આજે સાંજે રાજ્યના આરોગ્ય વિભાગના દૈનિક બુલેટિન મુજબ શહેરમાં એક દિવસમાં 2521  થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે. AMC દ્વારા અગાઉ  જાહેર કરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જેમાં ઇશનપુર, દાણીલીમડા, થલતેજ, વિગેરે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે આજ રોજ જોધપુર, સરખેજ , સેટેલાઈટ, જુહાપુર, રામોલ, ન્યુ મણિનગર, નિકોલ, ભાઈપૂર વસ્ત્રાલ , વિરત્નગર, નારણપુરા, પાલડી, ચાંદખેડા, નવરંગપુરા સાબરમતી, રાણીપ, ઘોડાસર ના ઘણા વિસ્તરોને માઇક્રો લિન્ક કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(9:22 pm IST)