Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વડોદરા:ધંધાના સ્થળે આવતા વાહનો ધીમે ચલાવવાના મુદ્દે ઝઘડો થતા લાકડીથી હુમલો કરવામાં આવતા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાંધંધાના સ્થળે આવતા વાહનો ધીમે ચલાવવાના મુદ્દે ઝઘડો થતા લાકડી વડે હુમલો થયો હતો.જેમાં બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.બંને  પક્ષે આ અંગે સામસામે ફરિયાદ નોંધાવી છે.

વડસર  રોડ બિલાબોન્ગ સ્કૂલની  પાછળ પુષ્પક  ટેનામેન્ટમાં રહેતા મનોજ લલનભાઇ પાંડે જી.આઇ.ડી.સી.કોલોનીની પાછળ શિવનગરમાં ઇલેક્ટ્રો પ્લેટિંગનું કામ કરે છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે  કે,ગઇકાલે સવારે અગિયાર વાગ્યે અમારા ધંધાની જગ્યા પર ટેમ્પો આવતા અમારી પાછળ રહેતા કંકુબેન દેસાઇએ આવીને  જણાવ્યું હતું  કે,તમારે ત્યાં આવતી ગાડીઓ ડ્રાયવર સ્પીડમાં ચલાવે છે.અને તેઓ ગાળો બોલતા હોય,મેં તેઓને ગાળો નહી બોલવા કહ્યું હતું.તે દરમિયાન તેમનો  પુત્ર ભરત દોડી આવ્યો હતો.તેણે ઉશ્કેરાઇને લાકડી લઇ આવી મને ડાબા હાથના ખભા પર ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામા પક્ષે  પશુપાલક ભરત દેસાઇએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મનોજ પાંડેના ધંધાના સ્થળે આવતા વાહનો સ્પીડમાં આવતા હોય અમે વાહનો ધીરે ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો.અને મનોજ પાંડેએ લાકડીથી હુમલો કરી મારા  પુત્રને ઇજા પહોંચાડી હતી.માંજલપુર પોલીસે બંને  પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(4:55 pm IST)