Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરતના વરાછા વિસ્તારમાં 50 લાખના પેમેન્ટના ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં જમીનના ડેવલપીંગના ધંધામાં ભાગીદારી કરાર મુજબ ફરિયાદીએ મૂડી પેટે તબક્કાવાર રોકડા આપેલા 50 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસના આરોપીને આજે 9 માં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સંજય સી.મકવાણાએ દોષી ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ ફરિયાદીએ રૃા.50 લાખની આવકનો સ્ત્રોત ઇન્કમટેક્સ રીટર્નમાં દર્શાવ્યો છે કે કેમ તેની તપાસ કરી 30 દિવસમાં રિપોર્ટ આપવા ઇન્કમટેક્સ વિભાગને હુકમ કર્યો છે. વરાછા હીરાબાગ ખાતે હરીનંદન સોસાયટીમાં રહેતા ફરિયાદી કિશોરસિંહ ગોવિંદસિંહ રાજપુત તથા આરોપી હિરેન અરવિંદ સોલંકી (રે.જલારામમંદિર સોસાયટી,વેસુ) વચ્ચે એપ્રિલ-2014માં અંકલેશ્વર વિસ્તારમાં જમીન ખરીદ વેચાણ તથા ડેવલપીંગ કરવા અંગે ભાગીદાર કરાર થયો હતો. જે કરાર મુજબ ફરિયાદીએ આરોપીને તબક્કાવાર કુલ રૃ.50 લાખ મૂડી તરીકે આપ્યા હતા.પરંતુ ત્યારબાદ ભાગીદારી કરારની શરતોનું પાલન ન થતાં ભાગીદારી છુટી કરવામાં આવી હતી. જેથી આરોપીએ મૂડી તરીકે આપેલા 50 લાખના લેણાંની ચુકવણી પેટે ફરિયાદીએ ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.  આજરોજ આ કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા અને દંડ ફટકાર્યો હતો. 30 દિવસમાં ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા અને તેમ ન કરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી હતી. જ્યારે ફરિયાદીએ પોતાની રૃા.50 લાખની આવકનો સ્ત્રોત ઇન્કમટેક્સ રીટર્નમાં દર્શાવ્યો છે કે કેમ ? તે અંગે 30 દિવસમા ંરિપોર્ટ આપવા ઇન્કમટેક્સ વિભાગે આદેશ કર્યો છે.

 

 

 

(4:48 pm IST)