Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ - રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોનુ નિરીક્ષણ : ગાંધીનગર થી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા

રાજકોટ:::મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ - રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોના નિરીક્ષણ મુલાકાત માટે  ફાળવ્યો હતો.મુખ્યમંત્રીશ્રી આજે  શનિવારે સવારે ગાંધીનગર થી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવશ્રી એ માર્ગ મકાન સચિવશ્રી સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.

    તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી.

     ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની  માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.

(1:00 pm IST)