Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ઓમિક્રોન સંક્રમણ સામે પોલીસ સ્‍ટાફને રક્ષણ આપતી દવાઓની કીટ આપવાનો ગુજરાતમાં અમદાવાદથી પ્રારંભ

કોરોના ગાઈડ લાઈનના કડક અમલ કરાવવાની જવાબદારી સંભાળતા પોલીસ સ્‍ટાફ જાતે ભોગ ન બને તે માટે ડો.રાગેશ શાહ ફરી એક વખત આગળ આવ્‍યા : સોમચંદ ડોસાભાઈ ટ્રસ્‍ટ દ્વારા બીજા તબક્કામાં તમામ વોરિયર્સને પણ વિનામૂલ્‍યે દવાઓ પૂરી પાડવા માટે આયોજન ઘડી રહ્યું છેઃ આશિષ ભાટિયા, સંજય શ્રી વાસ્‍તવ અને અજય કુમાર ચોધરી સહિતના આઇપીએસ અધિકારીઓની જહેમત ફળી

 રાજકોટ તા. ૮, આજથી નવી ગાઈડ લાઇન મુજબ મહાનગરોમાં રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી કરફયુ,ઓનલાઇન   શિક્ષણ, હોય કે પછી જીમ સિનેમા કે લગ્ન પ્રસંગની સંખ્‍યાઓ આ બધી બાબતોનો કડક અમલ કરાવી લોકોને કોરોના અને એમિક્રોન સંક્રમણથી બચાવવાની જવાબદારી સ્‍વાભાવિક રીતે ગુજરાત પોલીસ તંત્ર પર વિશેષ રહેવાની હોય પોલીસ તંત્રને આવી ફરજ દરમિયાન સંક્રમિત થતાં બચાવવા ફરી એક વખત સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્‍ટ ફરી એક વખત આગળ આવ્‍યું છે.                       
અત્રે યાદ રહે કે લોકો ટોળે ન વળે કે ઘર બહાર ન નીકળી તે માટે પોલીસને રોડ પર રહી ફરજ બજાવવાને કારણે અનેક પ્રયત્‍નો અને સાવચેતી છતાં સંખ્‍યાબંધ પોલીસ સ્‍ટાફ અને અધિકારીઓ સંક્રમિત બનવા સાથે જીવ પણ ગુમાવ્‍યા હતા.  તેવા સમયે જાણીતા સાયન્‍ટિસ્‍ટ ડો.રાગેશ શાહ ઉકત ટ્રસ્‍ટના માધ્‍યમથી આગળ આવેલ જેમને રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ અને અમદાવાદના જોઇન્‍ટ પોલિસ કમિશનર અજય કુમાર ચૌધરી સહીતના અધિકારીઓ દ્વારા તેમનો ઉત્‍સાહ વધારતા પોલીસ સ્‍ટાફ માટે વિનામૂલ્‍યે ઓલોપેથીક અને આયુર્વેદિક જરૂરી દવાઓની વિશાળ કીટ સહિત જરૂરી સાધનો પૂરા પડેલ.
 ત્રીજી લહેરની અગાઉથી આગાહી કરનાર ડો.રાગેશ શાહ દ્વારા વધતા જતા સંક્રમણ અંતર્ગત અમદાવાદથી ઓમિક્રોંનથી લોકોને રક્ષણ આપતી દવાઓની કીટ પોલીસ તંત્રને વિના મૂલ્‍યે આપવા માટેનો પ્રારંભ અમદાવાદ પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ અને જોઇન્‍ટ પોલિસ કમિશનર અજય કુમાર ચોધરી હસ્‍તે કરવામાં આવ્‍યો છે . આ વ્‍યાપ બીજા તબક્કામાં આગળ વધી અન્‍ય વોરિયર્સ માટે તથા અન્‍ય શહેરો માટે તબક્કાવાર વધારવામાં આવશે તેમ ટ્રસ્‍ટ વતી ડો. રાગેશ શાહ દ્વારા ખાત્રી આપવામાં આવી છે.


 

(12:18 pm IST)