Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નિકોલના મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ બર્થ ડે સેલિબ્રેશન: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા: આયોજકો વિરુદ્ધ ગુન્હો દાખલ

પોલીસ પરમીશન વગર પાર્ટીનું આયોજન : પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

 

અમદાવાદ : મેટ્રો સીટી અમદાવાદમાં રાજ્યના સૈાથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હજુ પણ લોકો લાપરવાહી વર્તી રહ્યા છે, અમદાવાદમાં એક ડોગની બર્થ ડે ની ઉજવણી કરાઈ હતી,જેમાં અનેક લોકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા ,આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા ,આ પાર્ટીમાં ડી,જે,પાર્ટી પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં એક ડોગ બર્થે ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું એ પણ કોઇ પણ પોલીસ મંજૂરી વગર . આ ડોગ બર્થ ડે સેલિબ્રેશનમાં અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના પગલે કોરોનાની ગાઇડલાઇનનું બંગ કરતા જોવા મળ્યા હતા, પોલીસે આની જાણ થતાં આ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આયોજકો વિરૂદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હતી

(12:44 am IST)