Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાએ ફૂફાડો માર્યો : એક સામટા 45 કર્મચારીઓ કોરોના સંક્રમિત

સોમવારથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી નહીં થાય:તમામ જિલ્લા અદાલતો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં કામ કરશે:આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરને સેનિટાઇઝ કરાશે

અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો વધારો થઈ રહ્યો છે.ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેમાં એક સાથે હાઇકોર્ટમાં કાર્યરત 45 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.ગુરૂવારે તમામ કર્મચારીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાંથી 45 કર્મચારીઓ પોઝિટિવ આવતા ચિંતા વધી છે.તો હજી પણ હાઇકોર્ટમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે તેમ છે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે.. એટલે કે સોમવારથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી નહીં થાય. તો આ સાથે તમામ જિલ્લા અદાલતો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં કામ કરશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરને સેનિટાઇઝ કરાશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. જ્યારે કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે.. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમિયાન જાહેર કરાશે

(12:22 am IST)