Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે : ઓનલાઈન શિક્ષણ ચાલું રહેશે

હવેથી ધોરણ -1 થી 9 ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદ : રાજ્યમાં હવે ધોરણ 1થી 9 ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો 31 જાન્યુઆરી 2022 સુધી બંધ કરી દેવાામં આવ્યા છે. જો કે, આ દરમિયાન ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલું જ રહેશે.

 સરકારે રાત્રી કરફ્યુનો સમય વધારવા સહિતના આકરાં પગલાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. બાળકોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરણ 1થી 9ના વર્ગો બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે.

(10:01 am IST)