Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

તરોપા ગામની પ્રાથમિક શાળા પાસે બોલેરો ગાડીના ચાલકે અકસ્માત કરતા 2 શખ્સોને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તરોપા ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે અકસ્માત કરતા અંદર બેઠેલા બે શખ્શોને ઇજા થતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો હતો

મળતી માહિતી મુજબ તારીખ 6 જાન્યુઆરીની સાંજે 5.30 કલાકે બોલેરો પીક અપ ગાડીનો નંબર GJ-22-U-2250નો ચાલકે ગાડી પુરઝડપે ચલાવી લાવી તરોપા ગામ પાસે હાઇવે  રોડ અકસ્માત કરતા કૈલાશ નરસિંહ કુંડવે (રહે.તરોપા ફાટક તા.નાંદોદ જી.નર્મદા )અને વિકાશભાઇ કનૈયાભાઇ વસાવા( રહે.આમલેથા તા.નાંદોદ જી.નર્મદા )ને ઇજાઓ કરતા આમલેથા પોલીસે બોલેરોના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો

(11:47 pm IST)