Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

365 દિવસમાં 306 સગર્ભાઓની સફળ ડિલિવરી કરાવતી નર્મદા જિલ્લા 108 એમ્બ્યુલન્સની ટિમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પછાત અને અંતરિયાળ ગામો વાળા નર્મદા જિલ્લામા ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી અવિરત કાર્યરત છે તેમજ આખા ગુજરાતમાં સમયસર પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આવે કે covid જેવી મહામારી માટે  હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે.

આજે પણ 108 દ્વારા અંતરિયાળ ગામોમા પોહચી 108 એમ્બ્યુલન્સની માહિતી અપાય છે તેમજ સગર્ભા બેનોને સંસ્થાકીય ડિલિવરી કરાવવા પ્રેરિત કરાય છે જેથી બાળક અને માતા બંને સ્વસ્થ રહે, વર્ષ ૨૦૨૧ ની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કુલ 17000 થી પણ વધુ કોલ 108 એમ્બ્યુલન્સ ને મળ્યા હતા જેમાં સૌથી વધારે પ્રેગ્નન્સી ને લગતા કોલ કે જે 7296 જેટલાં હતા. વર્ષ 2021 ના જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના 365 દિવસ માં 306 જેટલી સગર્ભા બેહનો ની સફળતા પૂર્વક ડિલિવરી એમ્બ્યુલન્સમા તેમજ સગર્ભા બેન એમ્બ્યુલન્સ સુધી પણ ના આવી શકે તેમને ઘરે જય સફળતા પૂર્વક ડિલિવરી 108 ના કુશળ અને શક્ષમ ટેક્નિસીયનો દ્વારા કરાઈ હતી.એમ્બ્યુલન્સ ના કુશળ અને શક્ષમ ટેક્નિશિયાનો દ્વારા  બાળ મરણ અને માતા મરણ દર ઘટાડવાની સરકારની આ મુહિમમાં આ એક મહત્વનું યોગદાન દરસાવેલ છે.
શહેરી તેમજ અંતરિયાળના ગામો માટે 108 એમ્બ્યુલન્સ ની સેવા ખુબ અસરકારક અને સફળ સાબિત થઇ છે.
હાલની વાત કરીયે તો કોરોનાના વધતા કેસો જોતા 108 એમ્બ્યુલન્સ દ્વારા PPE કીટ તેમજ જરૂરી સાધનો સાથે પુરી રીતે તૈયારી કરવામા આવી છે જેથી જો કોરોનાના કેસ વધે તો દરેક દર્દી ને આયઇસોલેટ રાખી એમ્બ્યુલન્સમા હોસ્પિટલ ખસેડવામાં આવે તેમજ બીજા લોકોમાં સંક્રમણ ના ફેલાય તેમ એમ્બ્યુલન્સ ને સેનિટાઇઝ રાખવાની તૈયારી કરવામાં આવી છે.

(11:40 pm IST)