Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે નહીં કરાવવું પડે નવું રજિસ્ટ્રેશન: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો નિર્ણય

રસીના બે ડોઝ મેળવ્યા છે તેઓ કોઈપણ રસીકરણ કેન્દ્રમાં સીધા જ મુલાકાત લઈ શકે છે અથવા વૉક-ઈન કરી શકે: 10 જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ

 

અમદાવાદઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં.જે લોકોએ COVID-19 રસીના બે ડોઝ મેળવ્યા છે તેઓ કોઈપણ રસીકરણ કેન્દ્રમાં સીધા મુલાકાત લઈ શકે છે અથવા વૉક-ઈન કરી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આવતીકાલ સાંજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થશે.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં 60 વર્ષથી વધુ ઉંમરના નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝની રજૂઆતની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત 10મી જાન્યુઆરી, સોમવારના દિવસથી કરવામાં આવશે. બૂસ્ટર કે પ્રિ-કન્સેપ્શન ડોઝને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હતા. પ્રશ્નોના જવાબમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓએ નવી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં.

(11:01 pm IST)