Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમદાવાદમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા : સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં: કન્ટેઇનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 162 થઈ

પાલડી, જોધપુર, સેટેલાઇટના વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા :સરખેજ, બોપલ, ગોતાના કેટલાક વિસ્તારો અને ચાંદખેડા, નવરંગપુરાની પણ કેટલીક સોસાયટીઓ કોરોના વકરતા પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગઈ

અમદાવાદ : રાજયમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ સામે આવતા બીજી લહેરના દ્રશ્યો આંખ સામે તરતા થઈ ગયા છે. આજે નવા 21 વિસ્તારોને  માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાવામાં આવ્યા છે. સૌથી વધુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પશ્ચિમ ઝોનમાં વધ્યા છે, પાલડી, જોધપુર, સેટેલાઇટના વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.  સરખેજ, બોપલ, ગોતાના કેટલાક વિસ્તારો તો ચાંદખેડા, નવરંગપુરાની પણ કેટલીક સોસાયટીઓ કોરોના વકરતા પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગઈ છે. આજે નવા 21 વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 141 થઈ ગઈ છે

AMC સતર્ક થઈ સતત માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરી રહી છે. બુધવારે વધુ શહેરના  16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના 5 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજના તેમજ પશ્ચિમ ઝોનના 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા હતા મધ્ય ઝોનના એક વિસ્તાર, દક્ષિણ ઝોનના મણિનગર અને કાંકરિયાના 3 વિસ્તારો, પૂર્વ ઝોનના નિકોલ નજીકના 2 વિસ્તારો સાથે આજે 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં નવા 5396 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1158 દર્દી સાજા થયા છે અને 1 દર્દીનું મોત થયું છે. હાલ 18583 એક્ટિવ કેસ છે. 96.62 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. 9 ઓમિક્રોનના દર્દી સાજા થયા છે.અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરતમાં 1452, રાજકોટમાં 272, વડોદરામાં 281, ગાંધીનગરમાં 132, જામનગરમાં 90, જૂનાગઢમાં 21, ભાવનગરમાં 63, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, કચ્છમાં 92, ભરૂચમાં 50, નવસારીમાં 49, મહેસાણામાં 48, મોરબીમાં 34, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, બનાસકાંઠામાં 17, દાહોદમાં 17, પંચમહાલમાં 16, અરવલ્લીમાં 11, દ્વારકામાં 10, મહીસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9, તાપીમાં 6, નર્મદામાં 6 અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.

(10:37 pm IST)