Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

હવસખોરે 13 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: નરૉડામાંથી આરોપીની ધરપકડ

આરોપી રાકેશના શેઠ આરામ કરતા ત્યારે સગીરને ઉપરના માળે મકાનમાં લઈ જઈ બળજબરી કૃત્ય આચરેલ

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે એક હવસખોર રાકેશ બિહારી નામની શખ્સની ધરપકડ કરી છે. જેને બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો અને બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ શખ્સ પર આરોપ છે કે તેણે 13 વર્ષીય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યું છે જે અંગે બાળકના પિતાએ નરોડા પોલીસ માં ફરિયાદ નોંધાવી અને પોલીસે તાત્કાલીક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાકેશ ટિફિન આપવા ગયો ત્યારે રાકેશના શેઠ આરામ કરતા ત્યારે સગીરને ઉપરના માળે મકાનમાં લઈ જઈ બળજબરી કૃત્ય આચરેલ અને બાળકને અસહ્ય દુખાવો થતા પરિવારને આ બાબતની જાણ થઈ જેથી સગીરને સારવાર માટે મોકલી સમગ્ર હકીકત સામે આવી અને પરિવારે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર આરોપીને પકડી લઈ કાર્યવાહી કરીછે 

(10:12 pm IST)